Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
349
હૃદય નયન નિહાળે જગધણી 卐
આચાર્ય યોગેન્દુદેવ કહે છે...
मणो मिलययु परमेसरहं, परमेसरु वि मणस्स । बीहि वि समरसि हूबाहँ पूज्ज पढ़ावहु कस्स ।।
વિકલ્પરૂપ મનનું ભગવાન આત્મા સાથે મિલન થઈ ગયું અને ગલન થઈ તન્મય બની ગયું. બીજી બાજુ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા પણ મનમાં ભળી ગયાં. જ્યારે બંને સમરસ એકરૂપ થઈ ગયા ત્યારે કોણ કોની પૂજા કરે ?!
અર્થાત્ નિશ્ચયદૃષ્ટિથી જોતાં જ્યારે પૂજ્ય અને પૂજકનો કોઈ ભેદ જ નથી જણાતો તો પછી કોણ કોને અર્ધ્યનું તર્પણ કરે ?!
દ્રવ્યપૂજા અને સામાન્ય ભાવપૂજા તો અનંતીવાર કરી. પરંતુ પ્રતિપત્તિ પૂજા નહિ કરી, તેથી પરમાત્મસ્વરૂપનું પ્રાગટચ કરી પૂજાતીત નહિ થતાં ભવોભવ પૂજક જ રહ્યાં અને ભવભ્રમણનો અંત કરી શક્યા નહિ. માટે જ શ્રી ચિદાનંદજી મહારાજ ચેતનને ચેતવે છે કે....
“વાર અનંતી ચૂકીઆ ચેતન, ઇણ અવસર મત ચૂકો !’’
તુરિયનો અર્થ ચતુર્થ કરીને વિચારણા કરીએ..હવે તુરિયનો બીજો ભેદ તુર્યાવસ્થા એટલે કે ઉજ્જાગરદશા; એ અર્થના આધારે વિચારીએ. ઉજ્જાગર થવું એટલે ઉજ્જવલ થવું - પ્રકાશિત થવું. નીચે કાદવમાં ખૂંચવું નહિ પણ કાદવથી ઉપર ઉઠવું. કાદવની કાલિમાથી નિર્લેપ થવું.
કમલપત્ર અને કમલ કાદવમાં પેદા થાય છે. કાદવમાં વિકસે છે અને પછી કાદવથી ઉપર, પાણીની ઉપર તરે છે. એટલું જ નહિ પાણીથી નિર્લેપ રહે છે. એટલે સુધી નિર્લેપ રહે છે કે ઉપરથી પડતાં વર્ષાજલ,
(અ) જ્યાં સુધી ભેદજ્ઞાન નથી ત્યાં સુધી જીવ રાગાદિભાવનો કર્તા છે. (બ) ભેદજ્ઞાન થયા પછી જ્ઞાનવાન આત્મા કર્તાભાવ રહિત જ્ઞાની બની રહે છે.