Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
346
પરમાત્માના પ્રતિનિધિ છે. એ પ્રતિનિધિ સમાન ગુરુભગવંતો, તીર્થંકર પરમાત્મા-સિદ્ધ પરમાત્મા બનવા ચાહે છે અને અરિહંત ને સિદ્ધ દેવ તત્ત્વની ઓળખાણ કરાવે છે. ઓળખાણ તો કરાવે છે, પણ સાથે તેવા અરિહંત ને સિદ્ધ બનવાનો ધર્મમાર્ગ-મોક્ષમાર્ગ બતાડે છે.
મૂર્તિપૂજા એ ભગવાનના કાયયોગની પૂજા છે. શાસ્ત્ર અધ્યયન એ ભગવાનના વચનયોગની પૂજા છે. શુક્લ-લેશ્યામાં રહેવું એ ભગવાનના મનોયોગની પૂજા છે, જે પૂજાની પરાકાષ્ટા શુક્લધ્યાન અને વીતરાગતાની પ્રાપ્તિરૂપ પ્રતિપત્તિપૂજા છે.
આ ભાવપૂજા ભૂમિ પ્રમાર્જન, ઇરિયાવહિય, દિશાત્રિકની વિધિની પાલનાપૂર્વક, અવસ્થાત્રિકના ચિંતનયુક્ત, જે સમયે જે મુદ્રા ધારણ કરવાની હોય, તે મુદ્રાની ધારણા સાથે આલંબનત્રિક જાળવીને અનાલંબન યોગમાં પ્રવેશી નિરાલંબન થવા માટે કરવાની હોય છે.
તુરિય ભેદ પડિવત્તીપૂજા, ઉપશમ ખીણ સયોગી રે; ચઉહા પૂજા ઇમ ઉત્તરંઝયણે, ભાખી કેવળભોગી રે. સુવિધિ૦૭
શબ્દાર્થ : તુરિય એટલે ચોથો. ભેદ એટલે પ્રકાર. પડિવત્તી એટલે પ્રતિપત્તિ. ઉપશમ એટલે ઉપશાંતમોહ વીતરાગતા નામનું અગિયારમું ગુણસ્થાનક. ખીણ એટલે ક્ષીણમોહ વીતરાગતા નામનું બારમું ગુણસ્થાનક. સયોગી એટલે સયોગી કેવળી નામનું તેરમું ગુણસ્થાનક. ચઉહા એટલે ચાર પ્રકારની. ઉત્તરઝયણે એટલે ઉત્તરાધ્યયન સૂત્ર. ભાખી એટલે કહી છે. કેવળભોગી એટલે કેવળજ્ઞાની ભગવંત.
ચોથો પ્રકાર પ્રતિપત્તિ પૂજાનો છે. પ્રભુજીની આ સ્વયં પ્રભુ બનવારૂપ પૂજા અગિયારમાં ઉપશાંતકષાય-વીતરાગ-છદ્મસ્થ ગુણઠાણે,
પહેલાં બોઘ, પછી શ્રદ્ધા અને ત્યાર પછી પરિણમન એવો આત્મવિકાસનો ક્રમ મોક્ષમાર્ગમાં હોય છે.