Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
- શ્રી સુવિધિનાથજી
344
આશાતના, અવિધિ, અશુદ્ધિ, આદિના દોષ નિવારણ માટે તથા આત્મશ્રેયાર્થે કે પ્રાણપ્રતિષ્ઠા, જિનાલય સ્થાપના દિન નિમિત્તે સત્તરભેદી, એકવીસ પ્રકારી અને અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર આદિ મોટી પૂજા-મહાપૂજા કરવામાં આવતી હોય છે. અહપૂજન, સિદ્ધચક્રપૂજન, ઋષિમંડળપૂજનાદિ મહાપૂજનો પણ કરવામાં આવતા હોય છે. આવા પૂજનો મહોત્સવપૂર્વક સમુહમાં ખૂબ ઉલ્લાસપૂર્વક થતાં હોય છે. સાથે સાથે પંચ કલ્યાણકની, ચોસઠ પ્રકારની, નવ્વાણુ પ્રકારની, અંતરાયકર્મની, અષ્ટાપદ-આદિની પૂજાઓ પણ થતી હોય છે. ઉપાધ્યાય સકળચંદ્રજી, ઉપાધ્યાય વીરવિજયજી, શ્રી આત્મારામજી, આદિ રચિત પૂજાઓ પ્રસિદ્ધ છે અને એ પૂજાઓ વિશિષ્ટ અવસરે ભણાવાતી હોય છે.
ભાવથી વિધ વિધ પ્રકારે કરાતી પ્રભુપૂજા, અનેક આત્માઓને ભાવશુદ્ધિનું કારણ બને છે અને એના પરિણામે ભાવશુદ્ધિને પામેલ આત્માઓના દુર્ભાગ્ય દુર થઈ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તથા દુર્ગતિમાં જતા અટકી સદ્ગતિની પ્રાપ્તિ કરે છે.
ભાવપૂજા દ્રવ્યપૂજા તો પંચોપચારી, અષ્ટપ્રકારી, સત્તરભેદી, એકવીસમકારી, સત્તાવીસરકારી, એકસો આઠ પ્રકારી, ઈત્યાદિ છે. પરંતુ દ્રવ્યપૂજા પછી કળશરૂપ કરાતી નિવૃત્તિકારિણી - મોક્ષદાયિની ભાવપૂજાના પ્રકારનો તો કોઈ પાર જ નથી. નૃત્ય સંગીત સાથે કે ભાવવાહી સ્તવના કરવાપૂર્વક ભાવપૂજા તો બહુ બહુ પ્રકારના ભાવથી ભાવવિભોર થઈને કરાતી હોય છે. દ્રવ્યપૂજા ભાવથી કરવાની હોય છે અને તે ભાવથી કરેલી દ્રવ્યપૂજા અંગપૂજા અને અગ્રપૂજાનું કાર્ય-ફળ જ ભાવપૂજા છે; જેમાં ભક્તનું ભગવાન સાથે સાયુજ્ય સધાતું હોય છે. ભાવપૂજા એ પ્રભુમિલન છે. બધાં ભેદમાંથી અભેદમાં લઈ જતી અને સીમિત એવી
જેને સ્વરૂપની મસ્તી છે એને પદ મળે કે ન મળે; કોઈ ફરક પડતો નથી.