Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
345
- હૃદય નયન નિહાળે જગધણી
ક્રિયામાંથી વ્યાપક એવા ભાવના માધ્યમથી સક્રિયને અક્રિય બનાવી,
સ્વભાવ-આત્મભાવમાં સ્થિત કરનારી, જો કોઈ પૂજા હોય તો તે ભાવપૂજા છે. આ ભાવપૂજાથી ભગવાનમાં તન્મય થવાય છે અને સ્વ આત્મામાં લીન થવાય છે. આ જ પ્રભુપૂજાનું અનંતરફળ છે, જે પરમાત્મસ્વરૂપ પ્રાગટ્યના પરંપર ફળ ભણી ભાવુક, ભવ્યાત્માને દોરી. જાય છે. અષ્ટાપદ તીર્થ ઉપર રાવણ-મંદોદરીએ કરેલી પૂજા પ્રસિદ્ધ ઉદાહરણ છે. એ જ પ્રમાણે સૂર્યાભદેવ અને સતી દ્રૌપદીની પૂજા પણ ઉલ્લેખનીય છે. વળી પૂજા અને પૂજાફળની બાબત ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ અને શિષ્ય એકલવ્યની પૂજા તથા ગુરુદક્ષિણા, બહુ ઊંચો આદર્શ પૂરો પાડે છે. પ્રતીક, પ્રતિકૃતિ અને પ્રતિનિધિથી આપણો જીવનવ્યવહાર ચાલે છે. જીવનનો જે વ્યવહાર છે તેને અધ્યાત્મક્ષેત્રે નકારી કેમ શકાય? એ જીવાતા જીવનને નકારવા બરોબર ગણાય.
ધજા એ પ્રતીક છે. ધજામાંનો લાલ પટ્ટો સિદ્ધભગવંતોનું પ્રતીક છે. જ્યારે અરિહંતપદને સૂચવતો પટ્ટો સફેદ રંગનો છે. જિનમંદિરમાં મૂળનાયક તરીકે બિરાજમાન પ્રભુજીની પ્રતિમા પરિકરસહિતા અરિહંતસ્વરૂપની હોય તો ધજાનો મધ્યભાગનો પટ્ટો બૅતરંગનો રાખવામાં આવે છે. પરંતુ પ્રતિમા પરિકરરહિત સિદ્ધસ્વરૂપે હોય તો ધજાનો મધ્યભાગનો પટ્ટો લાલ રંગનો હોય છે. શ્વેત અને લાલ રંગ અનુક્રમે અરિહંત અને સિદ્ધપદના સૂચક છે અને જીવન વ્યવહારમાં પણ એ બે રંગને શુભ ગણવામાં આવેલ છે જે અબિલ અને ગુલાલ છે. મંદિર અને મૂર્તિ, એ. સમવસરણ અને સમવસરણમાં સાક્ષાત્ બિરાજમાન, તીર્થંકર પરમાત્માની, પ્રતિકૃતિ છે. જ્યારે વર્તમાને વિહરતા, તીર્થંકર પરમાત્માના ચાહક અને વાહક સિદ્ધ બનવાના લક્ષ્યવાળા સાધુ સાધ્વી ભગવંતો તીર્થકર
ગાંજા યરસના કેફ વાળો પણ દુન્યવી વ્યવહારમાં રાજાને ય જો ન ગણકારતો હોય
તો પછી સ્વરૂપની મસ્તીમાં આતમસ્ત આતમરામ કોની પરવા રાખે !