Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
343 હૃદય નયન નિહાળે જગધણી
સર્વજ્ઞ એવા આપે તીર્થ સ્થાપ્યું તીર્થકરપદ પ્રાપ્ત કર્યું. ધર્મ પ્રકાશ્યો, ધર્મ આપ્યો, મોક્ષમાર્ગ પ્રકાશ્યો, મોક્ષમાર્ગ પ્રરૂપ્યો અને કંઈક જીવોને મુક્તિ આપી આપ સ્વયં મોક્ષને પામ્યા.
એવા આપ અમૂર્ત આ મૂર્તિમાં પધારી, પ્રતિમામાં પ્રવેશી, પુદ્ગલ સંગે અમ મૂર્ત બનેલાની, અમૂર્ત થવા માટેની પૂજાનો, આપના જ્ઞાનમાં સ્વીકાર કરો !
આપનો પ્રેમરસ કરુણારસ વહાવી અમને પણ આપના જેવા વીતરાગી, નિર્વિકલ્પ, સર્વજ્ઞ, સર્વદર્શી, સહજાનંદી બનાવી, આપના બ્રહ્મરસ, સિદ્ધરસથી રસી, પર્યાય સદૃશતા અને પ્રદેશ સ્થિરત્વનું પ્રદાન કરી આપની હરોળમાં લોકાગ્ર શિખરે સ્થિત કરી કૃતકૃત્ય બનાવો!!
આપની અમારા ઉપર કૃપા થાઓ કે જેથી અમે અમારી ઉપર કૃપા કરી, આપ જેવા થઈએ !
સત્તરભેદ એકવીસ પ્રકારે, અઠોત્તર સત ભેદે રે, ભાવપૂજા બહુવિધ નિરધારી, દોડગ દુરગતિ છેટે રે. સુવિધિ૦૬
પાઠાંતરે પ્રકારની જગાએ પ્રકાશે, “સતની જગાએ “સો’, ‘પૂજાની જગાએ ‘પૂજન’, ‘દુરગતિ’ની જગાએ દુઃખગતિ” એવો પાઠફેર છે.
શબ્દાર્થ સત્તર (૧૭) ભેદથી, એકવીસ (૨૧) પ્રકારે, એકસો આઠ (૧૦૮) પ્રકારે દ્રવ્યપૂજા કરવાની વિધિ શાસ્ત્રમાં બતાવી છે. ભાવપૂજા તો ઘણા ઘણા પ્રકારની બહુવિધ નિરધારી એટલે કે કહી છે. આવી પ્રભુપૂજા કરનારના દોહગ એટલે દુર્ભાગ્ય અને દુર્ગતિ છેદાય છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ વળી ધ્વજારોહણાદિ મહોત્સવ પ્રસંગે કે
વીતરાગ સર્વજ્ઞ પદ એ પરમપદ છે. એની ઉપર એકે ય પદ નથી.
ચક્રવર્તી અને ઈન્દ્રની પદવી તો પુદગલની એંઠ છે.