Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
341
- હૃદય નયન નિહાળે જગધણી
વર્તમાનમાં અષ્ટપ્રકારી પૂજા ઉપરાંત ચામરપૂજા, દર્પણપૂજા તથા ઘંટારવ કરવાની પ્રણાલિકા છે. એ પ્રભુની પ્રભુતાથી પ્રભાવિત થયેલા પૂજકના પ્રભુ પ્રત્યેના વૃદ્ધિમંત અહોભાવની અભિવ્યક્તિ છે.
ચામરપૂજા : ચામરપૂજા એ ઈન્દ્રની પ્રભુસેવાનું અનુકરણ છે. એ પ્રભુસેવાના અનુકરણરૂપે બોલવામાં આવતો ચામરપૂજાનો દુહો નીચે પ્રમાણે છે.
બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે, ' જઈ મેરૂ ધરી ઉસંગે, ઈન્દ્ર ચોસઠ મળીયા રંગે, પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવના પાતિક ધોવા.”
દર્પણપૂજાઃ દર્પણ, બિંબનું પ્રતિબિંબ ઉપસાવી બિંબ જેવું છે એવું ભેદરહિત સરળપણે (વીતરાગભાવે) બતાડે છે. આમ દર્પણપૂજા એ પ્રભુજીની વીતરાગતાની પૂજા છે. આ દર્પણપૂજાનો દુહો આ પ્રમાણે છે.
“પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ;
આત્મ દર્પણથી જુએ, દર્શન હોય તત્કાલ.”
દર્પણને આદર્શ (અરીસો) પણ કહે છે. પ્રભુ આપણા આદર્શ (ધ્યેય) છે. આદર્શ (દર્પણ)ને આદર્શ (લક્ષ એવા પ્રભુજી) સન્મુખ હૃદયસ્થાને રાખીને આદર્શમાં આદર્શના એટલે કે પ્રભુજીના પ્રતિબિંબને હૃદયમાં સ્થાપન કરવાના સંકેતરૂપ પ્રભુજીની દર્પણપૂજા છે.
તુજ શુદ્ધાત્મા-ચિદાત્મા-ચિદાદર્શ માટે મુજ પરમાત્મસ્વરૂપ આત્મા ઉપર છવાયેલા આવરણો-અશુદ્ધિને નિહાળી, તેની પીડા અનુભવી, તુજ કૃપા-કરુણાએ, મુજ હૃદયે તુજ સ્થાપન કરી, તુજ આદર્શ નિષ્કલંકીમાં જ મુજ કલંકીના કલંક નિહાળી, તુજ કૃપા
જીવે પોતાના આત્મઘરને એક ક્ષણ પણ ભૂલવાનું નથી. હકીકતમાં તો આત્મઘરમાં રહેવાનું છે. રહી ન શકો તો ભૂલો તો નહિ જ !