Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી ,
340
શિવફળ-સિદ્ધપદ-પરમપદને માંગું છું !!! - એમાં પણ શ્રીફળ ધરાવતા ઉત્તમોત્તમ ફળ “શ્રી” એટલે કેવલ્યાવસ્થાને જ વાંછું છું !!! એવો ભાવ હોય છે.
દ્રવ્યાપેણ : ધન પ્રત્યેની મૂછના ત્યાગના પ્રતીકરૂપ ફળપૂજા પછી દ્રવ્યાર્પણ કરતાં આપણું દ્રવ્ય દેવદ્રવ્ય બને છે અને આપણા ભાવ દેવભાવ બને છે. આ દ્રવ્યને પ્રભુચરણે ધરાવતા એવા ભાવથી ભાવિત થઈ શકાય છે....
પૂર્વકૃત પુણ્ય આવી મળેલી આ નશ્વર લક્ષ્મી, આપ શાશ્વત લક્ષ્મીના સ્વામીના ચરણે ધરતો થકો, લક્ષ્મી પ્રત્યેની મૂછનો ત્યાગ કરી, નિષ્પરિગ્રહી, નિરારંભી, નિષ્પાપ, નિષ્કલંક, નિષ્કર્મા, નિર્વિકલ્પ, નિરંજન, નિરાકાર બની શાશ્વત કેવલ્યલક્ષ્મીનો સ્વામી બનું! - જીવનો દેહ પંચ મહાભૂત ગ્રહણ કરીને બનાવાય છે. એ બનાવાયેલો અને ધારણ કરાયેલો દેહ, પંચ મહાભૂત વડે વિકસે છે અને ટકે છે. અંતે આત્માથી વિખૂટો પડી જતાં પાછો એ પંચમહાભૂતરૂપે વિખેરાઈ જતો હોય છે. તેથી જ પંચ મહાભૂતથી પર થવાના સંકલ્પરૂપે પંચ મહાભૂત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશને આ રીતે પ્રભુજીની પૂજામાં પ્રયોજવાનું સુંદર અનુપમ ને અદ્ભુત આયોજન આપ્તપુરુષોએ કર્યું છે!
- આ રીતે દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારે પૂજા કરનાર ભવ્યાત્મા શુદ્ધાત્મા બની સિદ્ધાત્મા-પરમાત્મા થાય છે. જ્યાં સુધી પૂર્ણપણે શુદ્ધિ થતી નથી અને સર્વ દોષરહિત થઈ સર્વગુણસંપન્ન થવાતું નથી, ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિને સાનુકૂળ શુભગતિ મળતી રહે છે.
(અ) નરકમાં મિથ્યાત્વીને સરખામણીમાં અનંતગણું દુઃખ થાય છે જ્યારે સમકિતીને સરખામણીમાં અનંતમા ભાગે દુઃખ હોય છે. (બ) દેવલોકમાં સમકિતીને સરખામણીમાં અનંતમાં ભાગે સુખ હોય છે જ્યારે મિથ્યાત્વીને સરખામણીમાં અનંતગણું સુખ હોય છે.