Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
330
પૂજા છે, કે જેના દ્વારા ભક્ત પોતાના આજ્ઞાચક્રની વિશુદ્ધિ અનુભવે છે. ૭) પ્રભુજીના કંઠે પૂજા કરતાં...
“સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ, મધુર ધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ.”
જે કંઠેથી સોળ સોળ પ્રહર સુધી સુમધુર સ્વરમાં વહેતી વીતરાગવાણીને દેવો અને માનવો સાંભળે છે, એવા એ વિશુદ્ધચક્રે કરાતું તિલક મહામૂલ્યવાન છે, કેમકે એ વાણીના પરિણામે તીર્થની સ્થાપના, ધર્મની પ્રરૂપણા અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ છે. આ કંઠપૂજાના પ્રભાવે સાધક એવી ભાવના ભાવે છે કે મને વીતરાગવાણીનું શ્રવણ અને તેના ભાવને સમજવાનું અને પામવાનું સામર્થ્ય મળો.
૮) અનાહતચક્રે હૃદયે પૂજા કરતાં... “ “હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ;
હિમ કહે વનખંડને, હૃદય તિલક સંતોષ.” ' જેવી રીતે હિમવર્ષા જે શીતળ છે પણ આખા વનખંડ-જંગલને બાળી નાંખે છે તેવી રીતે હૃદયમાં રહેલ શીતળતારૂપ ઉપશાંતતાના બળે, રાગ અને દ્વેષ, જે જગતને બાળનારા છે તેને જ આપે બાળી નાખ્યા એવા પ્રભુજીના ઉપશાંત હૃદયે પૂજાતિલક કરતા હું પણ હૃદયના તોષને-સંતોષને પામું !
૯) નાભિકમલ-મણિપુરચકે પૂજા કરતાં... - “રત્નત્રયી ગુણ ઉજળી, સકળ સુગુણ વિશ્રામ;
નાભિકમળની પૂજના, કરતાં અવિચળધામ.”
સર્વોત્કૃષ્ટ સદ્ગતિ એ પંયમગતિ મોક્ષ છે જે ગતિ નથી પણ સ્થિતિ છે, તેને મેળવવાની છે.