Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
336
કે
બહુમાન તિલક કર્યા બાદ તિલક ઉપર અક્ષત લગાડી અક્ષતપૂજા દ્વારા અક્ષતતા-અમરતા-ચિરંજીવતાની વાંછના થતી હોય છે.
શુદ્ધ થવું છે, અખંડ બનવું છે, અક્ષત રહેવું છે અને વિશાળ એટલે વ્યાપક, સ્થાયી, શાશ્વત આનંદના આવર્ત-પરિસરમાં રહેવું છે, તો એના પ્રતીકરૂપે સર્વ દુન્યવી ઉપાધિ ટાળીને સમાધિમાં રહી, શુદ્ધ, શ્વેત સુગંધી, અખંડ અક્ષત એટલે કે છડેલા ચોખા જે ફરી ઉગનાર ને ફળનાર નથી, એવા અજન્માના સંકેત સમા ચોખાથી વિશાળ નંદાવર્ત-સ્વસ્તિક આલેખતા ઉપરના દુહાની ભાવનાથી ભાવિત થતાં પ્રભુજીની સન્મુખ થાઓ અને સંસારથી વિમુખ થાઓ !
નંદાવર્તના આઠ વળાંક માટે જ્ઞાનીપુરુષોનું કહેવું એવું છે કે સળંગ ઉપરાઉપરી મનુષ્યાવતાર વધુમાં વધુ સાતથી આઠ ભવ સુધી મળતો હોય છે અને સમ્યક્ત્વ થયા પછી જો એનું સાતત્ય રહે તો પ્રાયઃ વધુમાં વધુ નવ ભવમાં ભવ-નિસ્તાર પામી આત્મા સિદ્ધપદે-પરમાત્મપદે બિરાજમાન થાય છે.
હે પ્રભો ! આપની આ અક્ષતપૂજા કરતો થકો હું મને પ્રાપ્ત માનવ અવતારને સફળ કરી રહ્યો છું ! આ અક્ષતપૂજાનું ફળ તારી આગળ માંગી રહ્યો છું કે તું હવે મને તાર તાર તાર! મારો ભવ-નિસ્તાર કર !!!
અત્યાર સુધીમાં કરેલી ક્રિયાઓના ફળરૂપે સાંસારિક લાભ માંગી માંગીને બહુ બહુ કાળથી સંસારમાં ઘણું ઘણું રઝળ્યો છું અને ભિખારીનો ભિખારી માંગણિયો જ રહ્યો છું ! થાકી ગયો છું ! આ રખડપટ્ટીથી સર્યું હવે ! – બસ થયું !
હવે આ પૂજાના ફળરૂપે મારા આઠેય કર્મોનો સર્વથા નાશ થાય
જેને પોતાની જ ભૂલ દેખાય અને જગત આખું નિર્દોષ જણાય તે પરમ સજ્જન છે.