Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
334
અધૂરો હું પ્રભુ અધમ. તું પૂજ્યની હું પૂજા કરું. તું ગુણીના હું ગુણ અનુમોદું !
ધૂપસળીના ધૂપના ઉર્ધ્વ સ્વભાવ જેવા, મારા આત્માના ઉર્વસ્વભાવનું પ્રગટીકરણ કરતો થકો, ઉપર ઉપરના ગુણસ્થાનકને સ્પર્શતો, ગુણસુવાસથી ઉપર ઉઠતો, પુદ્ગલ સંગે મૂર્તિ બનેલો, તું અમૂર્તની આ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરી, તું અરૂપીનું રૂપ નિહાળતાં નિહાળતાં, તું અનામીનું નામ લેતાં લેતાં; સ્વયં અનામી-અરૂપી-અમૂર્તિ બની તારા સાચા દર્શન, વંદન, પૂજન કરું !
પદીપપૂજા ધૂપપૂજાના અનુસંધાનમાં દીપ પ્રગટાવી દીપપૂજા, મંત્રોચ્ચારપૂર્વક નીચેનો દુહો બોલવા સહિત દીપપૂજા કરવાની હોય છે.
“દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક;
ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક.” * એક નાનકડા દીવાને પ્રગટાવવાની દ્રવ્ય ક્રિયા કરવાથી, જેમ અંધકાર ટળી જઈને પ્રકાશ ફેલાઈ જાય છે, તેમ સુવિવેક એટલે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અર્થાત્ પ્રજ્ઞાના પ્રાગટ્યથી દુઃખની અસરો ફોક થઈ જાય છે. કર્મોના ઉદયે કરીને દુઃખ આવે તો છે પણ પ્રજ્ઞાનું પ્રાગટ્ય થવાથી તે દુઃખો પ્રજ્ઞાવતને દુઃખી કરી શકતા નથી. પૂજાનું આ અનંતર ફળ છે.
આગળ ઉપર ભાવદીપક એટલે કે કેવલદર્શન-કેવલજ્ઞાન પ્રગટ થતાં તો લોક અને અલોક સહિતનું સમગ્ર આકાશ, એમાં અવગાહના લઈને રહેલા પદાર્થો સાથે તથા તે સર્વપદાર્થોમાં રહેલાં ભાવો સહિતનું
દીવો ઉજાસ પાથરે. દીવો કાંઈ વસ્તુ લે મૂક કરે નહિ. જ્ઞાનનું પણું એવું જ છે.
પ્રકાશ પાથરે કાંઈ કરે નહિ.