Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
335
v ઇદય નયન નિહાળે જગધણી
સંપૂર્ણ દર્શન અને સંપૂર્ણ જ્ઞાન થાય છે. એ ભાવદીપકના ભાવપ્રકાશજ્ઞાનપ્રકાશમાં લોકાલોક-બ્રહ્માંડ સમગ્ર જ્યાં છે ત્યાં, જેમ છે તેમ અને જેવું છે તેવું ભાસે છે એટલે કે દેખાય છે-જણાય છે. તેથી જ ભાવુક ભક્તના હૈયેથી પ્રાર્થના પ્રગટે છે કે.. “અંધારે અથડાતો આ આતમ, તું પરમાતમ પ્રકાશ પાસે આવી, પ્રકાશ પ્રગટાવી પ્રકાશને પ્રાર્થતો મુજ ઉર અંધકારે પ્રકાશ પ્રગટાવો!”
૬. અક્ષતપૂજા: ધૂપદીપપૂજાના અનુસંધાનમાં ત્રીજી અગ્રપૂજા અક્ષતપૂજા છે. મંત્રોચ્ચાર સહિત નીચેના દુહા બોલવાપૂર્વક અક્ષયપદને આપનારી જેનધર્મની આગવી કહી શકાય એવી અક્ષતપૂજા ભાવપૂર્વક કરવાની હોય છે.
“શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી નંદાવર્ત વિશાળ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકળ જંજાળ.” “અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફળ માંગું પ્રભુ આગળ, તાર તાર મુજ તાર. સાંસારિક ફલ માંગીને, રડવડ્યો બહુ સંસાર;
અષ્ટ કર્મ નિવારવા માંગું મોક્ષફળ સાર. ' ચિંહુ ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ; પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિ કાળ.
દર્શન-જ્ઞાન-ચારિત્રનાં, આરાધનથી સાર;
સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર.” - ભારતીય સંસ્કૃતિમાં અક્ષત શુકનવંતા ગણવામાં આવ્યા છે. શુભ પ્રસંગોમાં વિશિષ્ટ અક્ષતનો વિશિષ્ટ રીતે ઉપયોગ થતો હોય છે. વિજય
(અ) અજ્ઞાનદશામાં કર્મોને વિપાકોદયથી ભોગવવા પડે તે સંસારમાર્ગ છે. • (બ) જ્ઞાનદશામાં રહીને કર્મો પ્રદેશોદયથી ભોગવાઈ જઈ સુરસુરિયાં થઈ ખરી પડે તે મોક્ષમાર્ગ છે.