Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
‘સુરભિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ; સુમનજંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ.’’
“પાંચ કોડીને ફૂલડે, પામ્યા દેશ અઢાર; રાજા કુમારપાળનો, વર્ષો જય જયકાર.’’ “પાંચ કોડીના ફુલડે, પૂજ્યા ત્રિભુવનપાળ; શુભ પુણ્યથી તે થયા, કુમારપાલ ભૂપાળ.”
‘વિવિધ સુગંધી ફુલની, ગૂંથીએ સુંદર માળ; પ્રભુ કંઠે પહેરાવતાં, વરીએ શિવવધુ માળ.”
332
અખંડ સુગંધીત કુસુમ લઈને, સંતાપ રહિત, પુષ્પ જેવા પ્રસન્ન ને શુભમન-(સુમન)થી, સુમનપૂજા (પુષ્પપૂજા) કરવાની હોય છે. પ્રભુપૂજામાં સમર્પિતતા પ્રગટે છે તેમજ પુષ્પના જીવ ઉપર ભવ્યત્વની છાપ પડે છે, તેમ પૂજક ભક્ત ઉપર પણ સમકિત પ્રાપ્ત થવાની એંધાણીરૂપ આ પુષ્પપૂજા છે.
આમ ત્રણ પ્રકારે અંગપૂજા કર્યા બાદ પાંચ પ્રકારની અગ્રપૂજા, પ્રભુજીની આગળ ગભારાની બહાર પ્રભુ સન્મુખ રહીને કરાતી હોય છે.
૪. ધૂપપૂજા : દશાંગ, લોબાન આદિનો ધૂપ કરીને અથવા તો ચંદન, કેવડો, અગર, મોગરો, દશાંગ, ગુલાબની સુગંધ ધરાવતી ધૂપસળીઅગરબત્તીથી પ્રભુજીની ધૂપપૂજા મંત્રોચ્ચાર સહિત નીચેના દુહા બોલવાપૂર્વક કરવામાં આવે છે.
જ્ઞાનનું કષાયરૂપ વિકારી પરિણમન ન થતાં જ્ઞાનભાવે ઉપશમભાવમાં પરિણમન થાય તો શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટે.