Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
331
હૃદય નયન નિહાળે જગધણી
- જેમના નાભિકમળ રહેલ આઠ રુચક આત્મપ્રદેશરૂપ ચેતના પૂર્ણપણે વિકસિત થઈ છે અને જેમાં બધાંય સદ્ગુણો વિશ્રાંત પામ્યા છે, એવા અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતચારિત્રના સ્વામી પ્રભુજીના નાભિકમળ પૂજાતિલક કરતાં હું પણ અવિચળધામ-મુક્તિધામને પામું!
આવા નવતત્ત્વના ઉપદેશક મોક્ષમાર્ગના પ્રરૂપક અને મોક્ષ પ્રદાયક પ્રભુજીના નવે અંગે ખૂબ ખૂબ રૂચિપૂર્વક પૂજા કરવાનો અનુરોધ કરતાં શુભવીર મુનિરાજ કહે છે.... - “ઉપદેશક નવતત્ત્વનાં, તેણે નવ અંગ જિણંદ,
પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણદ.”
૩. પુષ્પપૂજા ઃ પુષ્પ એ પ્રફુલ્લતા, રંગ, મુલાયમતા, સુંદરતા અને સુવાસથી સભર હોવાથી પ્રેમનું પ્રતીક છે. એવા તાજગીભર્યા તાજા તાજા ખીલેલા, સુવાસથી મઘમઘતા, જોતાં જ મોહિત થઈ જવાય તેવા, ફૂલોથી પ્રભુની પૂજા કરવા વડે સમર્પિત ભાવ વ્યક્ત થાય છે. એ સાથે જ પ્રભુની પ્રભુતા અને પ્રભુજીની પરાકાષ્ટાની ગુણસુવાસનું અભિવાદન થાય છે. સમવસરણમાં ભાવજિનેશ્વર ભગવંત ઉપર પાંચ વર્ણના સુગંધી પુષ્પોની વૃષ્ટિ દેવદેવી કરતાં હોય છે. પ્રભુની પૂજાના કાર્યમાં કામ આવતા હોવાથી અને પ્રભુની સ્પર્શનાને પામતા હોવાથી ભક્ત દ્વારા ભગવાનની થતી ફૂલપૂજા કૂલ માટે ઉપકારક બને છે. આ પુષ્પના જીવો ભવ્ય છે એવી છાપ ઉપસી આવે છે. પુષ્પોની હાજરીથી વાતાવરણમાં જીવંતતા મહેસુસ થતી હોય છે.
મંત્રોચ્ચાર સહિત પુષ્પપૂજા કરતા બોલવાનો દુહો છે...
છાશમાં તરતા માખણની જેમ સંયોગોની વચ્ચે પણ સંયોગો અને
તેની અસરથી અળગા રહેવું તે મોક્ષમાર્ગ છે.