Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
301
હૃદય નયન નિહાળે જગધણી
शिवमस्तु सर्व जगतः, परहितनिरता भवन्तु भूतगणाः।
दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः।।
આવી સર્વ તારક ભાવના-સર્વ કલ્યાણકર ભાવના સાકાર કરે છે. સંસારમાં જે સરતો'તો-વહેતો હતો-કાળપ્રવાહમાં જે તણાતો હતો, તે સ્વયં તરતો રહે છે અને સાથે અન્ય અનેકોને પણ તારતો રહે છે. શકસ્તવના ‘તિજ્ઞાણે તારયાણં'- તરણતારણહારના બિરુદને શોભાવે છે.
ભગવાન પ્રતિની પ્રીતિની અભિવ્યક્તિરૂપ આ સુવિધિનાથ ભગવાનનું ભક્તિ સ્તવન હોવાથી પ્રીતિ-ભક્તિ અંગે પૂર્વભૂમિકારૂપ આટલી વિચારણા બાદ હવે સ્તવનના માધ્યમે ભક્તિની વિધિ અને એનાથી પ્રાપ્ત થતી મુક્તિ વિષે વિચારીશું,
સુવિધિ જિનેસર પાય નમી, શુભ કરણી એમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે. સુવિધિ૦૧
પાઠાંતરે “જિનેસર'ના સ્થાને ‘જિસેસર’, ‘પાયના સ્થાને પાદ', “એમ”ના સ્થાને “ઈમ’ ‘અતિ ઘણો’ના સ્થાને “અતિગુણ’, ‘પૂજિજેના સ્થાને ‘પૂજીજે' એવો પાઠફેર છે.
શબ્દાર્થઃ સવારના પહોરમાં વહેલા ઊઠી ઘણા ઘણા ઉત્સાહઉમંગપૂર્વક ઉમળકા સાથે સુવિધિ જિનેશ્વર ભગવંતને નમન વંદન કરવાની શુભ પુણ્ય કરણી કરો !
વિવેચન-લક્ષ્યાર્થ : આઠમા ચન્દ્રપ્રભસ્વામીની સ્તવનામાં યોગીરાજજીએ જિનદર્શનની દુર્લભતા બતાવી. હવે જ્યારે દર્શનનો જોગ
સંયોગાનુસાર કદાય ઘર્મીક્રયા નહિ પણ થાય. પરંતુ જો તમે દોષ કાઢતા જાવ તો સાચું સુખ પામો.