Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
313 - હૃદય નયન નિહાળે જગધણી
* ૫) અવસ્થા ત્રિકઃ પ્રભુપૂજા દરમ્યાન પ્રભુજીની ત્રણ જુદી જુદી અવસ્થાનું ચિંતન કરવાનું છે તેને અવસ્થા ત્રિક કહેવાય છે.
જન્મથી લઈ કેવલજ્ઞાન પ્રાપ્તિ સુધીની પ્રભુજીની જે છપ્રસ્થ અવસ્થા છે; તેમાં ચ્યવન કલ્યાણક, જન્મકલ્યાણ, દીક્ષાકલ્યાણક અને સાધનાકાળની જે વિચારણા કરાય છે તે પ્રભુજીની પિંડ અવસ્થાનું ચિંતન છે.
અભિષેક એટલે જલપૂજા દરમ્યાન તેમજ અંગભૂંછનાં, વિલેપન તથા અંગરચના-મુગટ આંગી આભૂષણ ચડાવતા અને અંગરચના સમયે પ્રભુની પિંડસ્થ અવસ્થાનું ચિંતન કરવાનું હોય છે.
આ બધી સાહ્યબી-વૈભવ છોડી દૃઈને દીક્ષા અંગીકાર કરી, એવી ચિંતવનાથી દીક્ષા કલ્યાણક અને સાધનાકાળમાં સાધના કરી વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી બન્યા તેવી વિચારણા કરી શકાય. વીર વિજયજી રચિત પ્રભુજીની નવાંગી પૂજાના દુહામાં આ ચિંતવના ગૂંથી લેવામાં આવી છે.
પ્રભુજીની ચંદનપૂજા પુષ્પપૂજા તથા અગ્રપૂજા દરમિયાન પ્રભુજીની પદસ્થ અવસ્થાની ચિંતવના કરી શકાય.
ભાવપૂજામાં ત્રણેય અવસ્થાનું ચિંતન શકસ્તવ, સ્તવનાદિમાં વણી લેવામાં આવેલ હોય છે, જેમાં રૂપાતીત અવસ્થાનો સમાવેશ થઈ જાય છે. નમુત્થણ (શરૂ) સૂત્રના પઠનમાં “સવનૂર્ણ, સવદરિસર્ણ સિવ મયલ મરૂઅ મહંત મખય; મવ્હાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેયં ઠાણ સંપત્તાણ” ના ઉચ્ચારણમાં રૂપાતીત અવસ્થાનું અને “અપ્પડિહય વરનાણ દંસણધરાણ, વિયટ્ટ છઉમાણે”ના ઉચ્ચારણમાં પદસ્થ અવસ્થાનું ચિંતવન થઈ જતું હોય છે. પ્રત્યેક પૂજન પૂર્વેના
મતિનું હોવાપણું ગતિ સૂયક છે કે જેવી મતિ તેવી ગતિ.