Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
320
ગુણસુવાસ સૂચક છે. પછી સુગંધિત, દશાંગાદિ ધૂપથી અને શુદ્ધ સુવાસિત ગાયના ઘીથી પ્રદીપ્ત કરાયેલ દીપથી ધૂપપૂજા અને દીપપૂજાથી પ્રભુજીની ચોમેર સુગંધિત દેદીપ્યમાન વાતાવરણ કરવામાં આવે છે. પ્રચલિત પ્રણાલિકા પ્રમાણે આ પણ અગ્રપૂજા છે. પરંતુ જલપૂજા પછી અંગલૂછણા કર્યા બાદ અને વિલેપનપૂજા કરવા પૂર્વે ધૂપપૂજા થાય છે તેની ધુમ્રસેર પ્રભુજીના અંગને સ્પર્શતી હોવાથી એને અંગપૂજા કહી હોવાની સંભાવના છે. એ જ પ્રમાણે પ્રભુજીની ચંદનપૂજા, પુષ્પપૂજા અને મુગુટપૂજા બાદ પ્રભુજીને આરતી મંગળદીવો કરવામાં આવે છે. એ પ્રભુજીની અંગપૂજાના અનુસંધાનમાં થતી દીપ પૂજા છે, જે ગર્ભદ્વાર ઉપર પ્રભુજીની સન્મુખ કપુરપૂજા સાથે થતી હોય છે. કપુરની સુગંધ અને દીપકિરણો પ્રભુના અંગને સ્પર્શતા હોવાથી અને પ્રભુજીની દેદીપ્યમાનતામાં વૃદ્ધિ કરતા, હોવાથી આ દીપપૂજાને પણ અંગપૂજા ગણાવી હોય એવી સંભાવના છે. ધૂપપૂજા ગુણસુવાસ અને ગુણારોહણ સૂચક છે. દીપપૂજા જ્ઞાનપ્રકાશ સૂચક છે.
• ' આવી જે પંચોપચારી અંગપૂજા આગમગ્રંથોમાં જણાવવામાં આવેલી છે, તે પૂજાની વિગત અને પૂજાવિધિ ગુરુમુખેથી સાંભળીને, સમજીને, વિધિસર આત્મસાક્ષીએ એટલે કે અંતઃકરણપૂર્વક કરવી જોઈએ. મન સાખીએ એટલે મન દઈને અર્થાત્ ચિત્ત લગાવીને આત્મસાક્ષીએ કરવા ફરમાવ્યું છે. કાયા અહીં પ્રભુપૂજામાં અને મન તહીં ક્યાંય બહાર એવી સ્થિતિ હોવી જોઈએ નહિ; એવો કવિવર્ય યોગીરાજશ્રીનો “મન સાખી રે.” શબ્દોથી અનુરોધ છે.
એનું ફળ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપર રે, આણાપાલણ ચિત્તપ્રસન્ની, ગતિ સુગતિ સુરમંદિર રે. સુવિધિ૦૪
સ્વભાવથી પોતે પોતાને જોવાનો છે અને નિમિત્તને જાણવાનું છે.