Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
319
. હૃદય નયન નિહાળે જગધણી 卐
પરિભ્રમણમાંથી છૂટવાની માંગણી કરાય છે અને તે માટે સ્વસ્તિકની ઉપર ત્રણ ઢગલી તથા સિદ્ધશિલા આલેખીને રત્નત્રયી-દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિની પ્રાર્થના કરાય છે. વળી અક્ષત વડે અષ્ટમંગળનું આલેખન મંગળરૂપ પણ ગણાય છે. આ સ્વસ્તિકના આલેખન દરમ્યાન ભાવના પણ ભાવી શકાય છે, જે અક્ષતપૂજાના દુહામાં વ્યક્ત થાય છે. ઉપરાંત ભાવના ભાવી શકાય કે વર્તમાનમાં તિર્યંચગતિથી છૂટેલો, નરકગતિના તાપ અને ત્રાસથી ઉગરેલો, દેવગતિના ભોગવિલાસથી બચેલો, મનુષ્યગતિને પામેલો, રત્નત્રયીથી જોડાયેલો, રત્નત્રયીની પરાકાષ્ટાની આરાધના કરી સિદ્ધશિલા ઉપર સાદિ-અનંતકાળ સિદ્ધપદે બિરાજમાન થાઉં !
અક્ષત પોતે જ અક્ષતતા શ્રેષ્ઠતા અને સુવાસિતતાનું પ્રતીક છે. સ્વસ્તિક શબ્દમાં પણ સ્વ અસ્તિથી અર્થાત્ પોતાના સ્વરૂપ સાથે એકમેક થવાનો ભાવ ગુહ્યપણે રહેલો છે. આ પ્રકારનું અક્ષત આલેખન એ અગ્રપૂજા છે.
અક્ષતથી જે બીજા પ્રકારે પ્રભુપૂજા થાય છે તેને અનુલક્ષીને અક્ષતપૂજાને અંગપૂજા તરીકે ઘટાવી હોય એવી સંભાવના છે. પ્રભુના જન્મકલ્યાણકની ઉજવણી .સ્વરૂપ, સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે ત્યારે કેશરચંદનયુક્ત અક્ષત વડે કુસુમાંજલિ આપવામાં આવે છે અને સુગંધિતચૂર્ણ સ્વરૂપ વાસક્ષેપથી યુક્ત અક્ષત વધાવી પ્રભુજીના વધામણા કરવામાં આવે છે.
પ્રાતઃકાળે સૂર્યોદય સમયે પ્રભુજીના દર્શન-વંદન કરવાપૂર્વક આગલા દિવસના નિર્માલ્ય પુષ્પાદિને ઉતારી લેવા પહેલાં જે સુગંધિત ચંદનચૂર્ણ વડે પૂજા કરવામાં આવે છે તે વાસક્ષેપપૂજા છે. એ ઉત્તમ
વર્ણ ઊભો થયો એટલે વર્ણઘારીના વર્ણન થવા માંડ્યા.