Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
322
છે માટે એમના શરણને સ્વીકાર્યું છે. એના સિવાય બીજી કોઈ આશાઈચ્છા-અપેક્ષા નથી. અવિનાશીતા ગમી છે અને અવિનાશી બનાવનારા, અવિનાશી પરમાત્મા મળી જતાં અવિનાશી સાથે જોડાણ કર્યું છે. જોગ મળ્યો-જોડાણ થયું અને તેનાથી જોડાણને સ્થાયી બનાવવાની ક્રિયા થઈ. જે ક્રિયા થઈ તે અવિનાશીના આલંબનથી થઈ તેથી તે શુભકરણી છે. કરણી છે એટલે કર્મ છે અને તેથી કર્મબંધ છે. કર્મબંધથી મળતું ફળ કર્મ ઉદયમાં આવે ત્યારે કાળક્રમે વાયદેથી મળતું ફળ છે, તેથી તે પરંપર ફળ છે. ક્રિયમાણતામાંથી અક્રિયતામાં જઈએ એટલે કે કર્મબંધ થાય જ નહિ અને સર્વથા કર્મથી મુક્ત થઈ જવાય તે તત્કાલ રોકડેથી મળતું ફળ, મુક્તિ છે. એવું ફળ નાગકેતુને મળ્યું હતું. સામાન્ય રીતે મુક્તિફળ સહુને તત્કાળ રોકડું મળતું નથી. મુક્તિ મળતાં પહેલાં વચમાં દેવનો એક ભવ કરી, ફરી મનુષ્યભવમાં આવી મુક્તિ મેળવાય છે, તેથી મુક્તિનું ફળ પરંપરા છે. વળી દેવ અને માનવભવનું ફળ પણ ફરી જ્યારે કર્મ ઉદયમાં આવે, દેવગતિ ને મનુષ્યગતિ મળે, ત્યારે મળતું હોય છે, તેથી તે પણ વાયદેથી મળતું પરંપર-ફળ છે. ટૂંકમાં કાળક્રમે કર્મ ઉદયમાં આવે ત્યારે મળતું ફળ પરંપરફળ છે.
પરંતુ શુભકરણી કરવાની જે આજ્ઞા હતી, તે આજ્ઞાનું પાલન કરવાથી આજ્ઞા પાલનનો આત્મસંતોષ થયો, તે દરમ્યાનમાં અશુભકરણીથી બચાવ થયો તે નિષેધાત્મક ફળ અને કષાયની ઉપશમતારૂપ સમતા, શાંતિ તથા ચિત્તની પ્રસન્નતાનો તત્કાલ યુગપ મળતો રોકડો લાભ એ અનંતર ફળ છે. ગુણારોહણ ક્રમ સાપેક્ષ વિચારણા કરીએ તો સમ્યકત્વની પ્રાપ્તિ એ અનંતરફળ છે અને સર્વજ્ઞત્વ ને સિદ્ધત્વની પ્રાપ્તિ એ પરંપર ફળ છે.
ફળની ઈચ્છા રાખતા નથી અને ઈચ્છા રહિત નિરીહ, વીતરાગ
વિસદશપર્યાયધારામાંથી ઉપયોગને સદશપર્યાયધારામાં લઈ જવાનો છે.