Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
321
હૃદય નયન નિહાળે જગધણી
5
પાઠાંતરે ‘એહનું’ ના સ્થાને ‘એંહવો’, ‘દોયના' સ્થાને ‘દો', ‘પરંપર’ના સ્થાને ‘પરંપરે’ ‘પાલણ’ના સ્થાને ‘પાલગ’, ‘સુગતિ સુરમંદિર' ના સ્થાને ‘સુરમુગતિ’ એવો પાઠફેર છે.
શબ્દાર્થ ઃ અનંતર એટલે તત્કાલ. પરંપર એટલે કાળક્રમે પરંપરાએ. આણાપાલન એટલે આજ્ઞાપાલન. મુતિ એટલે મુક્તિ-મોક્ષ. સુગતિ એટલે સદ્ગતિ. સુરમંદિર એટલે દેવવિમાન-દેવલોક-દેવગતિ.
ઉપરોક્ત ગાથાઓમાં કરેલી ક્રિયાનું (એહનું) ફળ બે ભેદે (પ્રકારે) મળે છે એમ જાણવું. પહેલા પ્રકારનું તત્કાલ એટલે તરત જ મળનારું અનંતર-ફળ છે. પૂજનાદિ ક્રિયા કર્યા બાદ કાળક્રમે મળનારું તે બીજા પ્રકારનું પરંપરાએ મળતું પરંપર-ફળ છે.
આજ્ઞાપાલન કર્યાનો સંતોષ અને પ્રાપ્ત થતી ચિત્તની પ્રસન્નતા એ તુરત જ મળનારું અનંતર-ફળ છે.
દેવગતિ અને પછી મળતી મનુષ્યગતિરૂપ સદ્ગતિની તથા તે મનુષ્યલોકમાં થતાં મોક્ષથી પ્રાપ્ત થતી મુક્તિગતિ એ કાળક્રમે મળતું પરંપર-ફળ છે.
લક્ષ્યાર્થ-વિવેચનઃ અત્યંત દુર્લભ એવા દેવાધિદેવના દર્શન મળ્યાં છે. વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, નિરીહ, નિર્વિકલ્પ, જિનેશ્વરના દર્શન થતાં જ એ દેવ ગમી ગયા છે અને હૈયે વસી ગયા છે. એ દેવદર્શનની દુર્લભતા અને દિવ્યતાથી આકર્ષાઈને પ્રભાવિત થયા છીએ. પ્રભુજીની પ્રભુતાથી પ્રભાવિત આપણે એનું શરણ સ્વીકારીને મનોમન એવી પ્રભુતાને વાંછીએ છીએ. તેથી એ પ્રભુજીની પૂજારૂપ શુભકરણીમાં પ્રવૃત્ત થઇએ છીએ. પ્રભુતા ગમી છે અને પ્રભુ થવું છે-એના જેવા બનવું
પરિણામની શુદ્ધિ એ મોક્ષમાર્ગ છે.