Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
323
- હૃદય નયન નિહાળે જગધણી
થવા માંગીએ છીએ તે મુક્તાફળ એટલે કે મુક્તિ સહજાસહજ મળતી નથી. એને માટે વધુ પ્રયત્નોની અને સમતાગુણ કેળવવાની આવશ્યકતા હોય છે. ધર્માનુષ્ઠાન-શુભકરણીથી સમતા આવવી એ અનંતર ફળ છે, જે પરંપરાએ કાળ પરિપક્વ થયેથી મુક્તિ આપનાર બને છે..
જો કરણીનું ફળ, કરણીથી મુક્તિરૂપ કૃતકૃત્યતા નથી તો પછી એ કરણીનું ફળ, સંસારમાં રખડપટ્ટી જ છે; પછી ભલેને વચમાં દેવભવ કે માનવભવનો વિસામો મળી જતો હોય! કરવાપણા, થવાપણ, બનવાપણાથી છૂટી કૃતકૃત્ય થઈ હોવાપણામાં આવવું, તે જ કરણીનું ફળ છે; બાકી બધી મજૂરી છે-શ્રમ છે. શ્રમમાંથી આશ્રમ એટલે આત્માશ્રયમાં અને ત્યાંથી વિશ્રામ એટલે મુક્તિમાં જવું તે જ શ્રમની સાર્થકતા છે. - આ કડીમાં યોગીવર્ય કવિશ્રી આનંદઘનજીનું કહેવાનું તાત્પર્ય
એટલું જ છે કે, ભલે આડપેદાશરૂપે By Product માં દેવ-માનવના ભવ મળી જતાં હોય તો મળે, પણ પૂજનની આ શુભકરણીનું ફળ, મુક્તિ જ બનવું જોઈએ અને તે મુક્તિના લક્ષે જ થવી જોઈએ. બાકી જે શુભ કરણી શુદ્ધમાં લઈ નહિ જતી હોય તે કરણીને શુભ કહેવી કે કેમ એ એક યક્ષપ્રશ્ન છે ! એટલે જ તો આપણે ત્યાં ફળનો ક્રમ બતાવતા જણાવ્યું છે કે ભક્તિનું ફળ વિરતિ અને વિરતિનું ફળ મુક્તિ! અંતિમ પરિણામ એટલે અનંતતાની અર્થાત્ અનંત ચતુષ્કની પ્રાપ્તિ; જે સાચું ફળ છે. એ પરંપર એવા પરમફળની પ્રાપ્તિનું જ એક માત્ર લક્ષ રાખવાનું છે. એ મળતાં સુધીમાં એને મેળવી આપનારા ફળો, આનુષંગિક ફળ છે. ફળપૂજા કરતાં સિદ્ધશિલા ઉપર શ્રીફળ આદિ ફળ મૂકીએ છીએ. એ ફળપૂજા, “શ્રી” એટલે કેવલ્યલક્ષ્મી અને સિદ્ધગતિરૂપ અંતિમ-ફળ પ્રાપ્તિની સૂચક
જેને અઘુવમાંથી હું પણું નીકળી જાય, તે જ ઘવમાં હું પણું કરી શકે અને ઘૂવથી અભેદ થઈ શકે.