Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
325 - હૃદય નયન નિહાળે જગધણી
અભિષેક કરવામાં આવે છે, તે પ્રથમની જલપૂજા છે.
નમોહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય ” એ પંચ પરમેષ્ઠિ નમસ્કાર સૂત્ર, જે સિદ્ધસેનદિવાકરસૂરિ રચિત છે; તેના ઉચ્ચારણપૂર્વક પ્રત્યેક આઠ પ્રકારની પૂજા કરવાની હોય છે. વળી પ્રત્યેક પૂજાના દુહા છે. ' જલપૂજાના દુહા જે જલાભિષેક વખતે બોલવાના છે તે આ પ્રમાણે છે.
મેરૂશિખરે નવરાવે હો સુરપતિ, મેરૂશિખરે નવરાવે, જન્મકાળ જિનવરજકો જાણી, પંચરૂપ કરી આવે તો સુરપતિ.”
“રત્નપ્રમુખ અડજાતિના કળશ, ઔષધિ ચૂરણ મિલાવે, ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હો સુરપતિ.”
- “એણી પરે જિન પ્રતિમાકો નવણ કરી, બોધિબીજ માનું વાવે; અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો સુરપતિ)”
આ ત્રણ દુહા ક્ષીરસમુદ્રના જલના પ્રતીકરૂપ દુધનો પ્રક્ષાલ કરતાં બોલવાના હોય છે. દૂધની સાથે દહીં, ઘી, સાકર અને જલ મિશ્રિત કરી પંચામૃત બનાવવાની પ્રણાલિકા છે. વિશિષ્ટ પૂજા અઢાર અભિષેક કરતી વખતે બીજા ઔષધિ ચૂરણ-અત્તરાદિ પણ મેળવવામાં આવતા હોય છે. દેવ દેવેન્દ્રોએ મેરૂશિખર ઉપર જન્મતા જ પ્રભુજીના ઉજવેલા જન્મકલ્યાણક વેળા કરેલા જન્માભિષેકનું અનુકરણ છે.
દુધનો પ્રક્ષાલ બાદ જલનો પ્રક્ષાલ કરતાં જલપૂજાનો દુહો બોલવામાં આવે છે, તે આ પ્રમાણે છે.
ચેતન જ્ઞાનપ્રકાશ ફેલાવવા સિવાય કાંઈ કરતો નથી. બીજી ક્રિયામાં પોતાપણાની ભ્રાંતિ છે તે જ મિથ્યાત્વ છે.