Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
318
પાઠાંતરે ‘અક્ષત’ની જગાએ ‘અષ્યત’ યા ‘અક્ષર', ‘સાખી’ની જગાએ ‘સાખી' ‘સુગંધી’ની જગાએ ‘સુગંધો’, ‘ઇમ’ની જગાએ ‘એમ’ એવો પાઠફેર છે.
શબ્દાર્થ : વર એટલે શ્રેષ્ઠ અને સાખી એટલે સાક્ષી પણ એટલે પાંચ શ્રેષ્ઠ પ્રકારના સુગંધિત ૧) કુસુમ-પુષ્પો, ૨) અક્ષત-ચોખા ૩) વાસક્ષેપ-સુવાસવાળું ચૂર્ણ-ચંદનચૂર્ણ ૪) ધૂપ ૫) દીપ એવી પાંચ પ્રકારની પૂજા મનને હાજર રાખીને અર્થાત્ ભાવપૂર્વક કાયા (અંગ) વડે પ્રભુજીના અંગને સ્પર્શીને કે અંગને અનુલક્ષીને પ્રભુ સન્મુખ કરવાની છે, એમ જે આગમશાસ્ત્રો-સિદ્ધાંતમાં કહેલ છે તે ગુરુમુખે સાંભળ્યું છે. અથવા તો આવી પાંચ પ્રકારની પ્રભુજીની પૂજા જે આગમગ્રંથોમાં કહી છે, તે ગુરુમુખેથી સાંભળીને તેને ધારણ કરી વિધિપૂર્વક તે કરવી.
લક્ષ્યાર્થ-વિવેચન : કવિરાજ આ ત્રીજી કડીમાં પંચોપચારી પૂજાની વિગત વર્ણવે છે.
શ્રેષ્ઠ, તાજા ખીલેલાં સુવાસિત પુષ્પોથી પ્રભુજીની પુષ્પપૂજા કરવાની હોય છે. પ્રભુજીને પુષ્પાર્પણ એ ભક્તના પ્રેમનું પ્રતિક છે અને પ્રભુજીની પ્રભુતા અને ગુણસુવાસનું અભિવાદન છે. પુષ્પને પ્રભુપૂજામાં પ્રયોજવાથી અને પુષ્પને પ્રભુજીની સ્પર્શના થતી હોવાથી પુષ્પને ઉપકારક થાય છે. પ્રભુપૂજામાં ઉપયોગી બનનાર પુષ્પનો જીવ ભવ્ય છે એવું અનુમાન કરી શકાય.
શ્રેષ્ઠ જાતના સુગંધીદાર, અખંડ, ઉત્તમ, અક્ષત (ચોખા)થી ભગવાનની પૂજા બે પ્રકારે થાય છે. એક તો અક્ષત વડે સ્વસ્તિક આલેખીને પ્રભુજી પાસે તિર્યંચ, નારક, દેવ, મનુષ્યગતિરૂપ સંસાર
ગતિ છે તેથી ગત્યાનુસારી મતિ ઊભી થાય છે.