Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
316
પ્રણામની .યોગમુદ્રામાં જોડી પ્રભુજીની સન્મુખ આસનસ્થ થવું તે ‘ચૈત્યવંદનમુદ્રા’ છે.
ભાવપૂજા-ચૈત્યવંદન, ચૈત્યવંદનની મુદ્રામાં કરવામાં આવે છે. ચૈત્યવંદન દરમ્યાન ‘જાવંતિ ચેઇઆઇ’, ‘જાવંત કેવિ સાહ્’ અને ‘જયવીયરાય . (પ્રાર્થના) સૂત્ર’નું ઉચ્ચારણ ‘મુક્તાશુક્તિમુદ્રા’માં કરાતું હોય છે. કાયોત્સર્ગ‘કાઉસગ્ગમુદ્રા’ એટલે કે ‘જિનમુદ્રા'માં કરવામાં આવે છે.
૧૦) પ્રણિધાનત્રિક : ‘જાવંતિ ચેઈઆઈં’, ‘જાવંત કેવિ સાહ્’ અને આભવમખંડા સુધી બોલાતું ‘પ્રાર્થના સૂત્ર-જયવીયરાય' એ ત્રણ પ્રણિધાનત્રિકના નામથી ઓળખાય છે. અથવા મન-વચન-કાયાની એકરૂપતાપૂર્વકની એકાગ્રતાથી એક-મના થવું તે પ્રણિધાન છે.
‘જાવંતિ ચેઇઆઇં’ સૂત્રથી ચૈત્યની વંદના દ્વારા અરિહન્તપદ અને સિદ્ધપદનું લક્ષ્ય-પ્રણિધાન કરાય છે. એ પ્રણિધાનની પૂર્તિ માટે સાધુ ભગવંતોની વંદના ‘જાવંત કેવિ સાહ્’ સૂત્રથી કરવા દ્વારા સાધુપદનું પ્રણિધાન કરાય છે. આ બંને પ્રણિધાનની પૂર્તિ માટે પ્રભુજી પાસેથી એમના પ્રભાવે ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફલસિદ્ધિ આદિની માંગણી ‘જયવીયરાય’ પ્રાર્થનાસૂત્રથી કરાય છે. આમ યથાર્થ રીતે આ ત્રણ સૂત્રોના ઉચ્ચારણને પ્રણિધાનત્રિક કહેવાય છે.
પાંચ અધિગમ-Five Code of Conduct-આચાર સંહિતા ઃ ધર્મકરણી-શુભકરણી માટે દેવગુરુ પાસે જતાં જે આચાર સંહિતાની પાલના કરવાની છે તેને અધિગમ કહેવાય છે. એના પાંચ પ્રકાર છે. સહુએ દેવગુરુની ઉપાસનામાં આ પાંચ પ્રકારના અધિગમની પાલના કરવાની હોય છે. શિષ્ટાચાર જાળવવાનો હોય છે. અધ્યાત્મમાં ગમન
આશ્રિતતા છે તેથી આશ્રમની વ્યવસ્થા છે. જ્ઞાનીઓને આશ્રમનો પણ શ્રમ હોતો નથી.