Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
317
: હૃદય નયન નિહાળે જગધણી
કરાવનારા, આધ્યાત્મિક પુરુષો પ્રતિ, ગમન કરતાં જાળવવાના નિયમો હોવાથી તેને અધિગમ કહેવાય છે.
૧) સચિત્તદ્રવ્યનો ત્યાગ ૨) અચિત્તનો અત્યાગ ૩) મનની એકાગ્રતા-ચિત્તની શાંતતા સ્થિરતા ૪) એક સાડી એટલે કે સીલાઈ વિનાનું અને સાંધા વિનાનું અખંડ ઉત્તરાસંગ ધારણ અર્થાતુ ખેસ ધારણ કરવો કે જેના વડે ભૂમિ પ્રમાર્જન થઈ શકે તથા ઉચ્ચારણ સમયે જયણા સાચવી શકાય. ૫) પ્રભુજી દૃષ્ટિ સન્મુખ થતાં મસ્તક નમાવી.અંજલિબદ્ધ કરવાનો નમનવિધિ.
આ પાંચ પ્રકારના વિનયાચારની પાલના એ જ પાંચ અધિગમ. આ શિષ્ટાચાર છે.
જો રાજા દર્શનાર્થે પધારેલ હોય તો તે રાજાએ, રાજાધિરાજ રાજરાજેશ્વરના જિનાલયમાં પ્રવેશ પૂર્વે તલવાર આદિ શસ્ત્રો, મુગુટ, છત્ર, ચામર, મોજડી વિગેરેનો ત્યાગ કરવાનો શિષ્ટાચાર પાળવાનો હોય છે. દાસીડયું અને પ્રીયંતાં પ્રીયંતાં ! પુણ્યાગાં પુણ્યાવહ ! ના ભાવપૂર્વક પ્રવેશ કરવાનો હોય છે. ' ,
બાહ્ય-અત્યંતરથી પવિત્ર બનીને, હરખભેર, દશત્રિક અને પાંચ અધિગમ જાળવવાપૂર્વક જિનમંદિર-દેરાસરમાં પ્રવેશતા ઘૂરી એટલે પ્રથમ તો એક-મના શાંતચિત્ત થઈ જવું જોઇએ. કહ્યું છે કે.. I fબનેલુ શર્ત ચિત્તા જિનેશ્વર દેવો પ્રતિ કુશળ ચિત્ત એટલે કે હાર્દિક સદ્ભાવના ધરાવતું ચિત્ત હોવું જોઈએ, જેથી જિનેશ્વર ભગવંતના દર્શન-વંદનપૂજન-કીર્તન કુશળતાથી થાય.
કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે સુવિધિ૦૩
ભગવાન આત્મા દેહાલયમાં ગર્ભિત છે તેથી ભયભીત છે.