Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
315
- હૃદય નયન નિહાળે જગધણી
બોલવા, તે ઊર્ણાલંબન કે વર્ણાલંબન કહેવાય છે. એ વર્ગોના ઉચ્ચારણની સાથે સાથે તેના અર્થનું હૃદયમાં ચિંતવન થતું જવું તે અર્થાલંબન છે. પ્રભુપ્રતિમાના ચક્ષુયુગ્મ સાથે દષ્ટિથી દૃષ્ટિ મિલાવી તારામૈત્રક રચીને કરવું તે પ્રતિમાલંબન છે. - ભક્તની ભાષામાં વિચારીએ તો, પ્રીતિથી પ્રભુજીની સન્મુખ થવાય. મુદ્રા ધારણ કરી, આસનસ્થ થવા સાથે, પ્રભુજીને હૃદયસ્થ કરાય, ઊર્ણ (વણી એટલે પ્રભુનામમાં રમાય, અર્થ એટલે પ્રભુજીના ગુણમાં ગદ્ગદિત થવાય, પ્રતિમાલંબનથી પ્રભુમય થવાય. પછી સ્વય થવાથી આલંબનમાંથી નિરાલંબનમાં જવાય. અને ત્યારે “જિનપદ નિજપદ એક થાય.'
જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ...”
૯) મુદ્રાસિક ઃ હાથની દશે આંગળીઓને માંહોમાંહે ભીડીનેઆંતરીને કમળના ડોડા પેઠે બન્ને હાથ રાખી બન્ને કોણીઓ પેટ ઉપર સ્થાપવાથી “યોગમુદ્રા' રચાય છે.
આગળના ભાગમાં બે પગ વચ્ચે ચાર આંગળનું અને પાછળના એડીવાળા ભાગમાં તેનાથી કાંઈક ઓછું અંતર રાખી, બે બાહુઓને શરીરની સમાંતરે રાખી, બે પગ ઉપર ઊભા રહેવું તે “જિનમુદ્રામાં છે.
બન્ને હાથની આંગળીઓને આંતર્યા વિના વચ્ચે પોલાણ રહે એ રીતે સંપૂટાકારે કે છીપના આકારે, બે હથેળીઓને ભેગી રાખીને કપાળને અડીને કે કપાળ સન્મુખ રાખવી તે ત્રીજી “મુક્તાશુક્તિમુદ્રા' કહેવાય છે.
ડાબો ઢીંચણ ભૂમિથી કાટખૂણે ઊભો રાખીને અને જમણો ઢીંચણ ભૂમિને સ્પર્શે એમ પગને ભૂમિની સમાંતરે પાછળ વાળીને બે હાથ
શંભુ એટલે સમભુ અર્થાત્ શિવ. એ સમભુ પાંય ભૂતની ભેગાં ભેળો થયો એટલે શંભુમેળો થયો.
એથી જ જે સમભુ હતો તે વિષમભૂ થયો.