Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
311
હૃદય નયન નિહાળે જગધણી
અધરને (હોઠને) અડેલી હોય છે તે મન અને વચનના જોડાણને સૂચવે છે. વળી જ્યાં પાંચેય ઈન્દ્રિયોનું સ્થાન છે તે ઉત્તમાંગ મસ્તક છે અને મસ્તક વિના જીવન નથી માટે મસ્તકના નમનમાં સર્વાર્પણતાની અભિવ્યક્તિ છે.
૩) પ્રણામ ત્રિક : પ્રભુજીના દર્શન થતાં એ વંદનીયને પૂજ્યભાવે વંદન કરવાના છે. નમન કરવાપૂર્વક અભિવાદન કરવાનું છે અને પ્રાર્થવાનું છે કે “નમન કરનારા મને આપના જેવો અમન બનાવો.” આ નમન-વંદનના પાછા ત્રણ પ્રકાર છે અને તે ત્રણેય પ્રકારે વંદન કરવાના છે. બે હાથ જોડી મસ્તક નમાવીને કરાતું પહેલું નમન અંજલિબદ્ધ પ્રણામ છે જે પ્રદક્ષિણા દેવા પૂર્વે કરવામાં આવે છે. પ્રદક્ષિણા દીધાં પછી બે હાથ જોડી માથું નમાવી, કમરથી અડધા ઝૂકીને પૂજ્ય પ્રભુજીને કરાતું. વંદન અર્થાવનત પ્રણામ છે. એ પ્રણામ પછી પ્રભુજીની સ્તુતિ ગાવામાં આવે છે. અંગપૂજા, અગ્રપૂજા કર્યા બાદ ભાવપૂજા-ચૈત્યવંદનની પહેલાં જે ત્રણ ખમાસમણા દેવામાં આવે છે, તેમાં બે બાહુ, બે ઢીંચણ અને મસ્તક ભૂમિને સ્પર્શતા હોય છે અને તેથી તેને પંચાંગ પ્રણામ કહે છે. બધાં જ અંગો ભૂમિને સ્પર્શવા સહિત સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવાની પ્રથા જૈન પ્રણાલિકામાં નથી. પ્રણામથી પ્રભુજી પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ થાય છે અને પ્રણામ કરનારના આદરભાવ, વિનયભાવ અને સમર્પણભાવની અભિવ્યક્તિ થાય છે. મનની મલીનતા-મળનો પ્રણાશ કરનાર છે તેથી તે પ્રણામ કહેવાય છે. પ્રભુ પરિણામ (ભગવદ્ભાવ) પામવા માટે જે કરાય છે તે પ્રભુપ્રણામ છે.
૪) પૂજાત્રિક : પ્રભુપૂજા પણ ત્રણ પ્રકારે કરવાની હોય છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા. અંગપૂજા અને અગ્રપૂજા દ્રવ્ય વડે
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે.