Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
312
થતી હોવાથી તે દ્રવ્યપૂજા કહેવાય છે.
પ્રભુજીના અંગને અડીને થતી વાસક્ષેપ પૂજા, જલપૂજા, વિલેપનપૂજા (બરાસપૂજા), ચંદનપૂજા (કેસરપૂજા), પુષ્પ પૂજા, મુગટ પૂજા-આંગી પૂજા અંગ પૂજા કહેવાય છે. પ્રભુજીની અંગ પૂજાથી વિઘ્નો દૂર થતાં હોવાથી એ વિનનિવારિણી ગણાય છે.
પ્રભુજીની સન્મુખ રહી કરાતી ધૂપ પૂજા, દીપક પૂજા, અક્ષત(ચોખા) વડે સ્વસ્તિક કે અષ્ટમંગળ આલેખીને થતી અક્ષત પૂજા, ફળ નૈવેદ્ય ધરવા દ્વારા કરાતી ફળ પૂજા-નૈવેદ્યપૂજા, તેમજ ચામરપૂજા, દર્પણપૂજા જે વિશિષ્ટ પૂજા છે તે બધી અગ્રપૂજા છે. ચારેય આશ્રમનો ભાર ઉપાડનારા ગૃહસ્થનો અભ્યુદય સાધનારી હોવાથી આ અગ્રપૂજા અભ્યુદયકારિણી ગણાય છે.
ત્યાર પછી ઈરિયાવહિય સ્વરૂપ લઘુ પ્રતિક્રમણ કરવાપૂર્વક ત્રણ ખમાસમણા દ્વારા મિથ્યાત્વના નાશ, સમ્યક્ત્વની પ્રાપ્તિ અને પૂર્ણતાના પ્રાગટ્ય માટે પંચાંગ પ્રણામ ત્રિક કર્યાં બાદ ગીત, સંગીત, નૃત્ય સાથે અથવા માત્ર ગીતપૂર્વક એટલે કે સ્તવનગાન સાથે કરવામાં આવતું ચૈત્યવંદન એ પ્રભુજીની ભાવપૂજા છે. એ ત્રીજા પ્રકારની નિસીહીના ઉચ્ચારણ . પછી દિશાત્રિકને સાચવવાપૂર્વક કરવામાં આવે છે. એ નિવૃત્તિકારિણી ગણાય છે. કારણ કે આ નિવૃત્તિકારિણી ભાવપૂજા, પૂજકને વિરતિમાં લઈ જઈને મુક્તિ અપાવનારી છે. એ સક્રિયમાંથી પરંપરાએ અક્રિય બનાવનારી અને સંસારથી નિવૃત્ત કરનાર હોવાથી તે નિવૃત્તિકારિણી ગણાય છે તે યથાર્થ છે.
હવે ભાવપૂજા અર્થાત્ ચૈત્યવંદન સમયની ત્રણ ત્રણની જે પાંચ ત્રિક જાળવવાની છે અને એક ત્રિક જે ચિંતવવાની છે તેની વિગત જોઇએ.
જ્ઞાનીઓ ક્રિયાના વિરોધી નથી. પરંતુ કર્તૃત્વ અને અહંત્વના વિરોધી છે.