Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
307
હૃદય નયન નિહાળે જગધણી
સાધન છે, ભોગનું નહિ; એ જ પ્રમાણે માનવ શરીર પણ યોગનું જ સાધન છે.
यः परमात्मा स एवाऽहं योऽहं स परमस्ततः।
अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥ . સ્વભાવથી તો જેવા પરમાત્મા છે તેવો જ હું છું અને જે સ્વાનુભવ-ગમ્ય હું છું તે જ પરમાત્મા છે. એટલે જ મારા દ્વારા મારી જ ઉપાસના છે અને નહિ કે બીજા કોઈની ! માટે જ તો પૂજ્યની પૂજા કરવા તત્પર બનેલા પ્રથમ પોતાને તિલક કરી પોતાની પૂજા કરે છે.
હરખભેર દેરે જવાના ભાવ જણાવ્યા બાદ હવે યોગીરાજ કવિશ્રી જિનમંદિર પ્રવેશ અને જિનપૂજા વિધિની વાતથી વાકેફ કરે છે.
મન-વચન-કાયાના ત્રણ યોગને લઈને ત્રણ લોકના નાથના દર્શન-વંદન-પૂજન-કીર્તન માટે જઈએ છીએ. એના પ્રભાવે અને એના પ્રતાપે, ત્રણ લોકની પેલે પારના પરમલોકમાં પરમપદે બિરાજમાન થવા માટે, એ ત્રિભુવનપતિ સાથે એકમના એટલે અભેદ થવા જે તારામૈત્રક રચવું છે, તેને માટે જે વિનય, આમન્યા, આદર જાળવવાના છે, તેના ત્રણ ત્રણના સમુહ એવા દશ-ત્રિક અને (પણ)પાંચ અધિગમ જાળવવાના હોય છે.
અન્યધર્મીઓની સરખામણીમાં આપણે ભાગ્યશાળી છીએ. કારણ કે આપણા ભગવાનના દર્શન-વંદન ઉપરાંત એમની સ્પર્શના અને પૂજા કરવાનો લાભ આપણને પોતાને મળે છે. એ લાભ માત્ર પૂજારી પૂરતો મર્યાદિત રાખવામાં નથી આવ્યો. વળી એ પરમાત્માના દર્શનવંદન-પૂજન-ચૈત્યવંદના કેમ કરવા તે માટે વિધિ પણ બતાવવામાં આવી
સર્વોત્કૃષ્ટ સદ્ગતિ એ પંયમગતિ (મોક્ષ) છે કે જે ગતિ નથી પણ સ્થિતિ છે, તેને મેળવવાની છે.