Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
305
- હૃદય નયન નિહાળે જગધણી
| (તિ એટલે ત્રિક, અહિંગમ એટલે અધિગમ અર્થાત્ વિનયમર્યાદા. એકમના એટલે એકાગ્રમને ધ્યેયપૂર્વક. પુરિ એટલે પ્રથમ. પણ એટલે પાંચ)
પ્રથમ તો એકચિત્તે ધ્યેયયુક્ત થઈ દશ પ્રકારની દશત્રિક અને પાંચ પ્રકારના અધિગમ-વિનયને જાળવીને જિનમંદિરમાં પ્રવેશ કરીએ.
લક્ષ્યાર્થ-વિવેચનઃ પવિત્ર સ્થાનમાં પાવનકારી પરમાત્મા પાસે પાવન-પવિત્ર થવા જવું છે, તેથી પવિત્ર થઈને જવું જોઈએ. ગાળેલા, અલ્પજળથી સ્નાન દ્વારા શરીરની શુદ્ધિ કરીને, બાહ્યથી સાફ-સુથરા સ્વચ્છ બનીને, પૂજા-ઉપાસનાને યોગ્ય ઉત્તમ વસ્ત્રાલંકાર પરિધાન કરીને, જવું જોઈએ. કોઈ મોટા માણસને ત્યાં નહિ પરંતુ મોટામાં પણ મોટા દેવાધિદેવ ત્રણ લોકના નાથ પરમાત્માને ત્યાં જતાં હોઈએ ત્યારે જેવા તેવા મેલાઘેલા લઘરવઘર વેરો ન જ જવાય. એ મર્યાદા છે જેનું પાલન અનિવાર્ય છે.
વળી દ્રવ્ય એ ભાવનું કારણ હોવાથી અને ભીતરના હૈયાના ભાવની અભિવ્યક્તિ કરનાર હોવાથી ઊંચામાં ઊંચા દ્રવ્યોથી બનેલી પૂજનસામગ્રી જલ, દૂધ, કેશર, ચંદન, બરાસ, અક્ષત, ફળ, ફૂલ, નૈવેદ્ય, અંગભૂંછણાં, અંગસજાવટની આંગીની સામગ્રી સોનેરી રૂપેરી વરખબાદલું-ટીકી, વિલેપનની સામગ્રી, ધૂપ, દીપ ઈત્યાદિથી ભરેલો થાળ લઈ પ્રભુપૂજા માટે જવું જોઈએ.
માત્ર દ્રવ્ય શુદ્ધિ જ નહિ પણ સાથે સાથે ભાવશુદ્ધિ પણ એટલી જ સાચવવાની છે. સાત પ્રકારની શુદ્ધિ શાસ્ત્રમાં જણાવેલ છે, જેનો શ્લોક આ પ્રમાણે છે..
હે ભવ્યાત્મા ! તું પર્યાયથી ભલે હાલ પામર છે પણ દ્રવ્યથી પૂર્ણ છે.
પૂર્ણતાની પહેચાન કર અને પર્યાયમાં ઉતાર!