Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
303
- હૃદય નયન નિહાળે જગધણી
સમસ્ત જીવ રાશિને ખમાવી, સર્વના કલ્યાણની શુભભાવના ભાવી, અનિત્યાદિ બાર ભાવનાથી અને મૈત્રી આદિ ચાર ભાવનાથી ભાવિત થવું, જાતના આંતર નિરીક્ષણ Self Introspection રૂપ ધ્યાન ધરવું.
પ્રભુના દર્શન કરતાં પ્રભુનો આભાર માનવો કે આજની પ્રભાતના દર્શન, પ્રભુદર્શન સહિત આ જ ખોળિયા (શરીર)માં રહ્યું રહ્યું થયાં. “આજના પ્રભાતથી લઈ જે જે કાર્યો નિર્માણ થવાના સર્જીત હોય તે તે કાર્યો છે તે પ્રમાણે થાઓ! મારો આત્મા તેમાં નિષ્કામ રહી, અકર્તાઅભોક્તા બની રહી, જ્ઞાતા-દૃષ્ટા થઈ રહી સ્વરૂપ તરફ પ્રયાણ કરો ! અને આત્યંતિક શુદ્ધાવસ્થા-સહજાવસ્થા-મુક્તાવસ્થા-સ્વરૂપાવસ્થાને પ્રાપ્ત કરનારો થાઓ !” આવી ભાવના ભાવવી.
“શુભકરણી એમ કીજે રે...”ના સંબોધનથી ઉપર જણાવ્યા મુજબની કે અન્ય પ્રકારની જે કોઈ અનુકૂળ અને આત્માનું હિત કરનારી ક્રિયાઓ હોય તેવી શુભકરણી કરવાનું વિધાન યોગીવર્ય કવિશ્રી ફરમાવી રહ્યાં છે.
વળી “સુવિધિ જિનેસર પાય નમી જે.” કહેવા દ્વારા કવિશ્રી બધીય શુભકરણી; પ્રભુની નિશ્રામાં પ્રભુના આલંબનપૂર્વક, પ્રભુ જેવા થવા માટે કરવાનું જણાવે છે.
અતિ ઘણો ઊલટ અંગ ધરીને...” પંક્તિથી; એ શુભકરણી ગળિયા બળદની જેમ, વેઠ ઉતારવાની હોય, એવી રીતે નહિ કરવી પણ અત્યંત રોમાંચિત થઈ ઉમળકાપૂર્વક ભક્તિભાવથી છલકતા, પુલકિત હૈયે કરવી; એમ જણાવે છે.
પ્રહ ઊઠી પૂજીજે.” થી કવિરાજ કહે છે કે દિવસની શુભ
જો દષ્ટિ સમ્યમ્ હશે તો ગમે તેવા આકરા ને કપરા સંયોગો આત્મવિકાસમાં આડે નહિ આવે.