Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
308
છે. જેનાથી અવિનાશી એવા પરમાત્મા સાથે જોડાણ કરીને અવિનાશી બની શકાય. આવા પૂજ્યની પૂજા અને પૂજાવિધિનો લાભ આપનાર જૈન શાસનનો આપણી ઉપર મહાન ઉપકાર છે. વિગતવાર વિધિ ચૈત્યવંદન ભાષ્યમાં આપેલ છે. આપણે અહીં સ્તવનની બીજી કડીમાં જણાવેલ દશ ત્રિક અને પાંચ અધિગમ પૂરતી મર્યાદિત સમજણ ટૂંકમાં જોઇશું.
૧) નિસીહી ત્રિક ઃ આ નિષેધ ત્રિક છે. પ્રથમ નિસીહીનું ઉચ્ચારણ મંદિરમાં પ્રવેશતા કરવાનું હોય છે. એ નિસીહીથી મંદિર સિવાયની બધીય ઘર વ્યાપારાદિ સંબંધી સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ થાય છે. બીજી નિસીહીનું ઉચ્ચારણ પ્રભુજીની અંગપૂજા માટે ગભારામાં પ્રવેશ કરતા કરવાનું હોય છે. આ નિસીહીથી જિનમંદિર સંબંધી બધી પ્રવૃત્તિનો ત્યાગ થાય છે. ત્રીજી નિસીહીનું ઉચ્ચારણ ભાવપૂજા-ચૈત્યવંદનમાં જોડાતા પહેલાં કરવાનું હોય છે. આ નિસીહીના ઉચ્ચારણથી દ્રવ્ય પૂજાદિ સઘળી પ્રવૃત્તિનો ત્યાગ કરી, પૂર્ણપણે બધાંથી નિવૃત્ત થઈ, ભગવાનની નિવૃત્તિકારિણી ભાવપૂજામાં એકમના થઈ જવાનું છે.
૨) પ્રદક્ષિણાત્રિક : પ્રભુજી આપણી જમણી બાજુએ રહે એ રીતે ક્લોકવાઈસ ત્રણ ફેરા મિથ્યાત્વના નાશ, સમ્યક્તની પ્રાપ્તિ અને પૂર્ણત્વના પ્રાગટ્ય માટે ફરવાના છે, કે જેથી પરિભ્રમણ અને પરિવર્તનથી મુક્તિ મળે.. પ્રભુજીને પ્રદક્ષિણા દેવી એ તેમના પ્રત્યેના અનન્ય આદરની અભિવ્યક્તિ છે.
પ્રથમ નિસીહીપૂર્વક દેરાસર પ્રવેશ કર્યા પછી પ્રભુજીને અંજલિબદ્ધ પ્રણામ કર્યા બાદ આ પ્રદક્ષિણા દેવાની હોય છે.
પ્રદક્ષિણા આપતા બોલવાના દુહા નીચે મુજબ છે...
જેમ છાશમાં રહેલું માખણ છાશથી જુદું તરે છે તેમ સંયોગોની વચ્ચે પણ જ્ઞાની સંયોગોની અસરથી મુક્ત રહે '.