Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી , 304
શરૂઆત શુભકરણીથી કરવી. ત્યારપછી જ સંસારની અનિવાર્ય જે સંસારક્રિયા કરવી પડતી હોય તે કરવી. પરંતુ પ્રારંભ તો આ શુભકરણીધર્મકરણીથી જ કરવો.
એ પૂજ્ય પરમાત્મા તો વીતરાગ છે. તેથી પ્રસંશા અને નિંદાથી પર છે. છતાંય તે પુણ્યપ્રભાવકના ગુણનું સંસ્મરણ, સ્તવનાદિ કરવાથી ચિત્તની મલિનતા દૂર થઈ ચિત્તશુદ્ધિ કરનાર છે.
ગૃહસ્થના રોજે રોજ કરવાના છ કર્તવ્યમાં પૂજા એ પ્રથમ કર્તવ્ય છે એમ શાસ્ત્ર નીચેના શ્લોક દ્વારા જણાવે છે.
देवपूजा गुरुपास्ति स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट् कर्माणि दिने दिने । દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેરે જઈએ રે;
હ તિર્ પણ અદિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે. સુવિધિ૦૨
પાઠાંતરે “ધરીનેની જગાએ “ધરીનેં રે', “શુચિની જગાએ “સૂચિ', “હરખે ની જગાએ “હરષ' એવો પાઠફરક છે.
' શબ્દાર્થ શુચિ એટલે શુદ્ધિ-પવિત્રતા. દ્રવ્યથી એટલે કે બહારની શરીરની શુદ્ધિ સ્નાનાદિથી કરીને, શુદ્ધ સ્વચ્છ વસ્ત્રાદિ પરિધાન કરીને, શુદ્ધ સુંદર પૂજાદિની દ્રવ્ય સામગ્રી લઈને, પવિત્ર થવા માટેના પવિત્રભાવ ધારણ કરીને હર્ષોલ્લાસપૂર્વક હરખાતા હૈયે દેરે એટલે કે દેહરાસરે-જિનમંદિરે જઇએ. દેહ સરી જનારો-નાશ પામનારો છે એમ જણાવનારી જગ્યા તે જિનમંદિર એટલે કે દેહરાસર છે; એવું અર્થઘટન કરી શકાય.
જે પર છે એ પર જ રહેનાર છે. એને મારું મારું કરવાથી અનંતકાળે પણ મારું થનાર નથી.