Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી
300
નહિ પણ સિદ્ધશિલાએ સ્વયં સિદ્ધસ્વરૂપે નિરાકાર હોવા છતાં સર્વાકારરૂપે સોહાયમાન થાય છે. એક અનંતરૂપ અને અનંત એકરૂપ બની રહે છે. નિગોદમાંથી નીકળેલો જે ‘‘।। પ્રોડક્ષન્ વઘુ શ્યામ ।।’’ બન્યો હતો અર્થાત્ એક બહુ બહુ રૂપે શ્યામ એટલે કે અંધકાર બની અંધકારમાં અથડાતો હતો, તે નિર્વાણ પામ્યાથી ‘‘।। પુોડનન્ત શિવાડલ્મ ।।'' બની રહે છે.
પ્રિય એવા ઉપાસ્યનો ઉપાસક પ્રેયની પ્રીતિથી પ્રેયમાં સમાઈ જાય છે–ઓગળી જાય છે–એક થઈ જાય છે-અભેદ થઇ જાય છે-ખોવાઈ જાય છે–અલોપ થઈ જાય છે. ભગવાનનો ભક્ત બની સંસારથી વિભક્ત થઈ જાય છે. પછી પાછો સ્વયં ભગવદ્ભાવરૂપ થઈ ભગવત્સ્વરૂપે એટલે કે પરમાત્મસ્વરૂપે પ્રગટ થઇ; જગત સમસ્તને માટે આદર્શરૂપ બની, આદર્શ કલ્યાણકારી જીવન જીવી જઇ, પોતાના ફાળે આવેલું, નિર્માણ થયેલ ભગવદ્કાર્ય પૂર્ણ થયેથી ભગવાનમાં વિલય પામી જાય છે એટલે કે મુક્તિ પામી, મુક્તાત્મા બની, મુક્તિનિમમાં સિદ્ધશિલાએ સાદિ-અનંત કાળ સુધી અન્ય મુક્તાત્માની હરોળમાં પરમસ્થિતિને પામે છે. આ જ ભગવત્પ્રીતિનું શ્રેયસ્કર ભગવદ્કાર્ય છે. આમ સિદ્ધ થવા પૂર્વે અર્હમ્ બનીને સહજયોગે લોક કલ્યાણ થતું હોય છે.
અહમ્ અર્હમ્ થયેથી સર્વમ્ બની સર્વને તારે છે. “સિવ જીવ કરું શાસન રસી !’’
“અણુ પરમાણુ શિવ બની જાઓ ! આખા વિશ્વનું મંગળ થાઓ ! સર્વે જીવો મોક્ષે જાઓ !''
“સવિ જીવ ભવ શિવ’
નિશ્ચયધર્મ કરતી વખતે બધું ભૂલીને રાધાવેઘ સાઘવો હોય એમ દ્રવ્યદૃષ્ટિ રાખી એક માત્ર આત્માને પકડો.