Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુવિધિનાથજી , 298
નથી કરવું પડતું. ઘર સદા સર્વત્ર સ્મૃતિમાં જ રહે છે.
પ્રીતિની અભિવ્યક્તિ ભક્તિ છે. પ્રીતિમાં એકાત્મતા છે અને તેથી હદયની-જાતની સોંપણી છે. ભક્તિમાં ન્યોછાવરી છે અને તેથી જાતનું જે કાંઈ છે તે પોતાની માલિકીના સર્વસ્વની સોંપણી છેસમર્પિતતા છે.
પ્રીતિમાં કદી ક્ષતિ નથી, કદી નિવૃત્તિ નથી અને કદી પૂર્તિ નથી. પરમાત્મપ્રીતિ ર્જા ક્ષતિ રહિત શુદ્ધ હોય, નિવૃત્તિ રહિત અવિરત હોય, પૂર્તિરહિત પરિપૂર્ણ હોય અને નિર્વાજ-નિરપેક્ષ હોય તો તે ક્ષાયિક પ્રીતિ-ક્ષાયિક સમકિત કહેવાય છે. એવી ક્ષાયિક પ્રીતિ મહારાજા શ્રેણિકની મહાવીર પરમાત્મા પ્રત્યે હતી. દર્શન-શ્રદ્ધા-પ્રીતિ તો પૂરેપૂરી જ હોવી જોઈએ.
પ્રીતિમાં એકાત્મતા છે, તેથી પ્રીતિ ભાવ સ્વરૂપ છે. ભક્તિમાં ભગવાનની ઓળખ છે અને ભગવાન બનવાની ભાવના છે, તેથી જ્ઞાન સ્વરૂપ છે. પ્રીતિ-ભક્તિ નિષ્પાદિત સ્વાર્પણતા-સમર્પિતતા ચારિત્ર સ્વરૂપ છે. પ્રભુપ્રીતિ, પ્રભુભક્તિમાં વ્યતીત થતો સમય તપ સ્વરૂપ છે જે પ્રભુમયતા છે અને પ્રાપ્ત થતી ચિત્ત પ્રસન્નતા એ વીર્યોલ્લાસ છે.
પ્રીતિ એ દર્શન-શ્રદ્ધા છે. ભક્તિ એ જ્ઞાન છે. ચારિત્ર એ સ્વાર્પણ છે. પ્રભુમયે સ્વસમય એ તપ છે. એમાંથી નિપજતી પ્રશમતા, પ્રસન્નતા, આનંદ એ વર્ષોલ્લાસ છે. એ એવું આત્માનંદદાયી ધર્માનુષ્ઠાન, અમૃતાનુષ્ઠાન છે કે જેમાંથી અમૃતના ઓડકાર આવતા હોય છે - તૃપ્તિની અનુભૂતિ થતી હોય છે. પ્રીતિપૂર્વકની ભક્તિ-પ્રભુભક્તિ પંચાચારપાલનારૂપ બની રહેતી હોય છે. પ્રભુની પ્રીતિ, વ્યક્તિને ભક્તિમાં
ન્યાય-નીતિ-પ્રમાણિકતા પૂર્વક ઉપાર્જિત ઘનને પણ ભોગવવા સાથે દાન નહિ કરાયા
તો તે પણ પ્રાયઃ અનંતાનુબંધીના કષાયનો ઉદય છે એમ સમજવું.