Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
(297
હૃદય નયન નિહાળે જગધણી
પ્રીતિ એટલે જે પ્રિય છે તે પ્રેમથી એકાત્મતા ! પ્રીતિથી સ્મૃતિ સતત, સહજ બની રહે છે અને સ્મૃતિથી પ્રીતિની અભિવૃદ્ધિ થતી રહે છે. છઠ્ઠી કાન્તા દૃષ્ટિ હોય છે ત્યારે સ્મૃતિ સહજ બની જાય છે. જેમ
જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી આપની” જેવી સુખદ સ્થિતિનું સર્જન થાય છે. અત્ર, તત્ર, સર્વત્ર “પરમાત્મદષ્ટિ' બની રહે છે. અન્યદર્શનીઓ તેને “બ્રહ્મષ્ટિ' તરીકે ઓળખાવે છે અને તેને “સર્વ ૨૩ રૂદ્ધ બ્રહ્મ” પણ કહે છે. સર્વમાં સત્તા સ્વરૂપ સિદ્ધાત્મા-શુદ્ધાત્મા જોવાની દૃષ્ટિ થવાથી દુર્વ્યવહાર થતો નથી પણ સવ્યવહાર સહજ બની રહે છે અને જો કોઈ દુરાચારી દુર્વ્યવહાર કરતો હોય તો તેના પ્રતિ સહજ ઉદાસીનભાવ સહિત કરુણાદષ્ટિ બની રહે છે. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી યોગદષ્ટિની સઝાયમાં કાન્તાદષ્ટિ સમજાવતા આ જે વાત કહે છે..
“મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરત;
તેમ શ્રુતધર્મે રે મન દઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત.”
સ્મૃતિ હોય ત્યાં પ્રીતિ હોય જ એવો નિયમ નથી. પરંતુ સ્મૃતિથી પ્રીતિની પુષ્ટિ વૃદ્ધિ થતી હોય છે. તેથી જ તો જાપ અને પરમાત્મ નામસ્મરણનું સર્વ દર્શનમાં એક આગવું અને અનોખું સ્થાન છે. “લોગસ્સ’ એ નામસ્મરણ હોવાથી “નામસ્તવ” કહેવાય છે. એનું ઉચ્ચારણ વિધિવિધાનમાં વારંવાર કરાતું હોય છે. સ્મૃતિથી પ્રીતિની પુષ્ટિ છે. એ જ રીતે પરિચયથી પણ પ્રીતિ થતી હોય છે. પ્રભુના પ્રભુપણાનો, પરમાત્માના પરમાત્મ-તત્ત્વનો અભ્યાસ કરવામાં આવે અને ઓળખ-પરિચય થાય તો પ્રીતિ સહજ ઉદ્ભવે, જેથી પરમાત્મા અને પરમાત્મસ્વરૂપ નિરંતર સ્મૃતિમાં રહે. ઘરની પ્રીતિ છે તો ઘરને યાદ
શાસ્ત્રને વાંચી શાસ્ત્રને નહિ યોંટતું પણ દેહભાવથી ઉખડવું અને આત્મામાં યોંટવું-સ્થિત થવું.