Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
282
હોય છે કે એમને તો પ્રભુદર્શન પણ નથી હોતા અને પ્રભુસેવા પણ નથી હોતી.
તિરી અર્થાત્ તિર્યંચપણામાં તો જીવને એટલી બધી લાચારી, પરાધીનતા અને અવિવેક હોય છે કે એમને પણ પ્રભુદર્શનનો યોગ થતો નથી. કોઈ પૂર્વ પુણ્યાઈ કે ઋણાનુબંધના કારણે ચંડકૌશિક નાગ, કલિકુંડ તીર્થ જેના કારણે બન્યું તે, કાદમ્બરી વનના હાથીને, મુનિસુવ્રતસ્વામી જેને બોધ પમાડવા સામે ચાલી વિહાર કરીને આવ્યા, તે ભરુચના અશ્વને પ્રભુદર્શનનો યોગ સાંપડે છે. દેશવિરતિધર પણ બને છે. દેવગતિને પામે છે પરંતુ સર્વસંગ પરિત્યાગ કરી પરમાત્મપદ પામવા માટે ભાગ્યશાળી થતા નથી.
નારકીના જીવોને તો સજા જ ભોગવવાની હોય છે. પૂર્ણ પરાધીનતા અને દુઃખ નિમગ્નતા હોય છે. નારકીના નારકોને પ્રભુદર્શનની કોઈ સંભાવના જ નથી હોતી. જ્યાં દર્શન જ નથી, શ્રુતિ કે શ્રવણ જ નથી ત્યાં સમજણ, શ્રદ્ધા અને આચરણ ક્યાંથી હોય ?
પાંચે. ઈન્દ્રિયોની પરિપૂર્ણતા સહિતનો સંજ્ઞી મનુષ્ય અવતાર તો મળે છે પણ અનાર્યદેશમાં અને કોળી, ભંગી, માછીમાર, પારઘી, કસાઇ જેવાં અનાર્યકુળમાં મળે છે. કદાચ ભાગ્યયોગે જનમ આર્યદેશમાં આર્યકુળમાં મળે છે પણ સંગ અનાર્યનો હોવાથી વાણી, વિચાર, વર્તનમાં અનાર્યતા હોય છે..
આવી દેવલોકની વિષયાસક્તતામાં, નરકની પરાધીનતા અને દુઃખનિમગ્નતામાં, તિર્યંચની લાચાર, વિવેકહીનતામાં અને મનુષ્યભવની અપ્રજ્ઞાપનીય અનાર્યતામાં પ્રભુદર્શન, પ્રભુતાની સમજણ અને પ્રભુતાનું પરિણમન કેવી રીતે હોય ?!!
Doing-કરવાપણું ખરી પડે અને Being-રહે છે તે જ મોક્ષ છે.