Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
287
ના હૃદય નયન નિહાળે જગધણી
તેના પ્રતિ ગમન અને તેના જેવું પરિણમન. હવે તો સખી એના અપૂર્વ દર્શન પછી મારી મતિ-ગતિ-કૃતિ એ પ્રભુ પરમાત્મા જ છે !!!
નિરમળ સાધુ ભગતિ લડી, સખી, યોગ-અવંચક હોય સખી ક્રિયા-અવંચક તિમ સહી, સખી, ફળ-અવંચક જોય. સખી૦૬
પાઠાંતરે ‘તિમ'ની જગાએ તેમ, “જોયની જગાએ હોય, નિરમળ'ની જગાએ “નિર્મળ” અને “ક્રિયા'ની જગાએ ‘કિરિય’ એવો પાઠફેર મળે છે.
શબ્દાર્થ જે સાધુ નિરમળ એટલે નિષ્કપટ, નિરાશસ ભાવથી મુક્તિના ચાહક, વાહક અને સાધક છે, તેની ભગતિ એટલે કે સેવાઉપાસનાને લહી-કરીને જે જોગ-સંયોગ સાંપડ્યો છે તેને સાર્થક કરવો તે યોગ અવંચકતા છે.
“તિમ સહી' એટલે તે જ પ્રમાણે ક્રિયા અવંચકતા અને ફળ અવંચકતા જોય - જાણવા.
લક્ષ્યાર્થ-વિવેચનઃ વંચકતા એટલે ઠગાઈ-બેવફાઈ અને અવંચકતા એટલે વફાદારી. અથવા તો વંચકતા એટલે રહિતતા અને અવંચકતા એટલે સહિતતા.
જે કાર્ય એટલે કે ફળ-પરિણામ ઈચ્છિત છે, તે અપેક્ષિત પરિણામ મેળવવા તેને યોગ્ય પ્રકારની ક્રિયાની-કાર્યની આવશ્યકતા હોય છે. એ અપેક્ષિત પરિણામને માટે જરૂરી અપેક્ષિત કાર્ય થવા માટે અપેક્ષિત કારણોનો જોગ-સંજોગ થવો જરૂરી છે.
જે પરિણામ અપેક્ષિત છે, તે પરિણામ-ફળ મળવું તે ફળ અવંચક
અક્રિય તત્ત્વ એના અસ્તિત્વથી મહાન છે.