Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
286
• न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं । __न जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो।।
એવી કોઈ જાતિ, યોનિ, સ્થાન, કુળ નથી જ્યાં સર્વ જીવોએ અનંતીવાર જન્મ મરણ નહિ કર્યા હોય. જો ક્ષેત્રની આટલી ચૌદ રાજલોક જેટલી વિરાટ લોકવ્યાપકતા હોય તો પછી એ જન્મમરણમાં અનંતાનંત કાળ પસાર થાય એમાં નવાઈ શું ?!
આવા બધાય જન્મ-મરણના ભવના ફેરા જિનદેવના દરિસણ વિનાના ફોગટ ગયા. અરે! અનાર્યતાના-વિપરીતતા-મિથ્યાત્વતાના કારણે પણ એ માનવ ને દેવના અવતાર જિનદેવના દર્શન વિનાના એળે ગયા. જેનપણું જ જ્યાં નથી મળ્યું ત્યાં જિનેન્દ્રના દર્શન તો ક્યાંથી હોય? - સખી! હવે જ્યારે દરિસણ લાવ્યા છે ત્યારે મને એના દરિસણ કરવા દે! એને ઓળખવા દે ! એની સાથે ઐક્યતા-અભેદતા સાધવા દે અને એને પામવા દે !!
અહીં આપણી રોજીંદી પ્રભુ સન્મુખ બોલાતી સ્તુતિને યાદ કરવા જેવી છે. કારણ કે એ સ્તુતિમાં પણ આ સ્તવનની ગાથા ૩-૪-પના ભાવ ભર્યા છે. , “ધન્યો કૃતપુણ્યો, નિસ્તીર્ણો ભવાર્ણવત;
અનાદિભવકાન્તારે, યેન દષ્ટો જિનો મયા.” - આગમશાસ્ત્રગ્રંથોના મતથી મારી મતિએ એવો નિર્ધાર કર્યો છે કે, આ વીતરાગ, અવિકારી, નિર્મળ, ચન્દ્રપ્રભસ્વામીના મુખચન્દ્રના દર્શન થયા છે, તો હવે એ નિર્મળની નિષ્કપટ, નિરાશસ-ભાવે નિર્મળ સેવા કરીએ, તો એના જેવા નિર્મળ વીતરાગી થઈએ. કહ્યું છે કે, જેનો ગમો,
શુભાશુભ ભાવો એ જગત છે. એનો નાશ થવાનો નથી. આપણે તો શુભાશુભથી પર શુદ્ધમાં રહી મોક્ષ પામવાનો છે.