Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
288
યોગ છે. અપેક્ષિત ફળને માટે તેને અનુરૂપ જરૂરી ક્રિયા થવી-કાર્ય થવું તે ક્રિયા અવંચક યોગ છે. એ ક્રિયા થવાને માટે જે જરૂરી જોગ-સંજોગ મળવા તે યોગાવંચકતા છે.
જે કર્મરહિત, સર્વદોષરહિત, સર્વગુણસંપન્ન, વીતરાગ, સર્વદર્શી, સર્વજ્ઞ દેવ છે, તે સજીવન મૂર્તિ પરમાત્માનો પ્રત્યક્ષ યોગ થવો; અથવા તો જે પરમાત્માના ચાહક છે, પરમાત્મસ્વરૂપના વાહક છે, સ્વયં પરમાત્મસ્વરૂપના સાધક છે, એવા નિગ્રંથ, જ્ઞાની, ગીતાર્થ, ગુરુનો પ્રત્યક્ષ યોગ થવો તે, યોગ અવંચક. દેવ-ગુરુનો ભેટો થવો તે યોગાનંચતા છે.
એવા દેવ-ગુરુ મળ્યા બાદ, તેની દેવ-ગુરુ તરીકે ઓળખ થવી અને મન-વચન-કાય ત્રિયોગથી સમર્પિત થઈને, એમના બતાવેલા મોક્ષમાર્ગે, એમના માર્ગદર્શન પ્રમાણેની ક્રિયા થવી તે ક્રિયાવંચકતા છે. - હવે જે ક્રિયા કરવામાં આવી છે, તે ક્રિયાનું જે ફળ આવવું જોઈએ, તે પરિણામ આવવું એટલે કે ફળ મળવું, તે ફલાવંચકતા યોગ છે. - ટૂંકમાં કવિરાજ યોગીશ્રીનું કહેવાનું તાત્પર્ય એ છે કે, જે નિર્મળ તત્ત્વનો, નિર્મળ કરનારો યોગ થયો છે, તે નિર્મળ તત્ત્વની નિર્મળપણે એટલે કે નિરાસંશપણે – નિષ્કપટપણે ભક્તિ સેવા-ઉપાસના કરવી અને એમની નિશ્રામાં-શરણમાં સાધના કરીને, એમના જેવાં જ નિર્મળવીતરાગ થઈ જવું તે યોગાવચકતા, ક્રિયાવંચકતા, ફલાવંચકતા છે.
બાકી ગાથા ૩-૪-પમાં જણાવ્યા મુજબ જેને મળ્યું જ નથી તે તો તેમની કમનસીબી છે. એમાં દોષ ભવિતવ્યતાનો છે-કર્મનો છે. પરંતુ મળે પણ ફળે નહિ અને એળે જાય તે તો મૂર્ખતા છે. એમાં તો પુરુષાર્થની ખામી છે. એ દુર્ભાગ્યતા છે. આવી મૂર્ખતા મંતવ્ય નથી હોતી. એ સજાને
બહારથી છોડો, ભીતરથી ભૂલો, આત્મામાં ઠરો તો મોક્ષ પામો.