Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
293
, હૃદય નયન નિહાળે જગધણી 卐
આ રીતે થવાથી પ્રભુની સેવા-ધ્યાન ઉત્તરોત્તર ચડિયાતા બને છે. ક્ષપકશ્રેણિ દ્વારા ઠેઠ વીતરાગતા અને સર્વજ્ઞતા સુધીના સિદ્ધિના શિખર સર થાય છે. તેમાં પ્રભુ જ નિમિત્ત-કારણરૂપ હોવાથી તેઓશ્રીને “કામિતપૂરણ સુરતરૂ’' તરીકે કવિશ્રીએ બિરદાવ્યા છે.
સર્વ કામિતની પૂર્તિ કરી પૂર્ણકામ-નિરીહં-વીતરાગ્ર બનાવનાર કલ્પવૃક્ષ સમા, જિનેશ્વર ભગવાનના ચરણ જ ભવિતવ્યતાનો પરિપાક કરાવનાર છે. એ જિનવરનો ઇશાનુગ્રહ થતાં જ સ્વાનુગ્રહ થશે અને ભગવાને જાણે આપણને પ્રેરણા કરી હોય એમ ભીતરમાંથી આત્મપ્રેરણા થશે. એ આત્માનો પ્રેર્યો આત્મા જ આત્મબળથી સર્વ મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરી પૂર્ણકામ-નિરીહ-ઈચ્છારહિત-વીતરાગી બનશે. એ વીતરાગતા જ શેષ ઘાતીકર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો નાશ કરી સર્વજ્ઞ, સર્વદર્શી, પૂર્ણ બનાવી સ્વપદ-પરમાત્મપદે સ્થાપિત કરશે.
તો હવે એ અનંતઆનંદના સ્વામી ‘આનંદઘન’ પ્રભુ શ્રી ચન્દ્રપ્રભ સ્વામી જે મોક્ષને પમાડનારા છે, એવા પ્રભુના પાયને પાયલાગણ કરવા દે! સખી સુમતિ ‘મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ...’'
યોગીરાજ કવિશ્રી અહીં સંબોધન કરી રહ્યા છે કે મારી ભીતરમાં રહેલ આનંદઘનપ્રભુએ તો મને જગાડ્યો છે ! મને મારા શુદ્ધાત્માનું દર્શન કરાવી અર્થાત્ અનુભવન કરાવી મારી કામનાઓ પૂર્ણ કરી છે ! તેમ કે ભવ્યો! તમે પણ જો સતત તમારી ભીતરમાં રહેલ પ્રભુનું ધ્યાવન કરશોધ્યાન ધરશો તો જરૂર તે પ્રભુ તમારી કામનાઓ પૂર્ણ કરશે અને તમને પણ આનંદઘન પ્રભુની પ્રાપ્તિ થશે. તમારી વિશુદ્ધ પર્યાય સાથે
સાંભળવા જેવા પૂર્ણજ્ઞાનીના વયન છે.