Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
291
, હૃદય નયન નિહાળે જગધણી
5
મને બોલાવતો નથી’; એ રીસ છોડી ક્ષયોપશમના બળથી વીતરાગતાના દર્શન કર્યા એ યોગાવચકપણું હતું.
વૈરાગ્યભાવના, અન્યત્વભાવના, સંસારભાવનાથી આત્માને ભાવિત કર્યો તે ક્રિયાવંચકપણું હતું. અંતે તીવ્રતાથી રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન ઉપર નફરત છૂટી અને સંવેગ-વૈરાગ્યની પરાકાષ્ટાથી ક્ષપશ્રેણિ માંડી વીતરાગતા ને સર્વજ્ઞતા મેળવી એ ઉત્કૃષ્ટ ફલાવચકપણું હતું.
પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ ક્રિયાવંચયોગ સમ્યક્ત્વવંત દેશવિરતિ જીવને હોય છે. પરંતુ પ્રબળ ક્રિયાવંચકયોગ છઠ્ઠા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધી ચડતા ચડતા ક્રમનો પ્રાપ્ત થાય છે. તેમાં પ્રથમ પ્રથમનો યોગ ક્રિયાવંચક હોય છે અને તેનાથી મળતું ફળ તે ઉત્તરોત્તર ફલાવંચક યોગ હોય છે. એમ ક્રિયાવંચક અને ફલાવંચક યોગની પરંપરા ચાલતી હોય છે. અનંતર ક્રિયાવંચકયોગ મોક્ષફળ પ્રાપ્તિ પૂર્વે હોય છે અને મોક્ષફળ પ્રાપ્તિ એ અંતિમ ફલાવંચકયોગ હોય છે.
કે
ચરમાર્વત પહેલા આત્માનો વિકાસક્રમ છે જ નહિ; કારણ કે તે વખતે કર્મપ્રેરિત મોહ અને અજ્ઞાન પ્રયુક્ત પરવશપણે પુરુષાર્થ છે. જ્યારે ચરમાવર્તમાં કર્મલઘુતા થતાં સમ્યજ્ઞાન પ્રેરિત દિશામાં પુરુષાર્થ હોય છે. બંને દિશા તદ્દન જુદી છે. એટલે ચરમાવર્તમાં સામા પૂરે ચાલવા જેવો પુરુષાર્થ હોવાથી જીવને આદર, પ્રણિધાન અને સત્ત્વ વિકસાવી ઘણો ઘણો પુરુષાર્થ કરવો પડતો હોય છે.
પ્રેરક અવસર જિનવરૂ, સખી૦ મોહનીય ક્ષય જાય; સખી૦ કામિતપૂરણ સુરતરૂ, સખી ‘આનંદઘન’ પ્રભુ પાય. સખી૦૭ પાઠાંતરે ‘જિનવરૂ’ના સ્થાને ‘જિનવરુ’ છે.
જીભ પ્રસંશા માટે મળેલ છે અને મન અનુમોદના કરવા માટે મળેલ છે.