Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
290
- in યા યા ત્રિજ્યા, સા સા વતી”
જે ક્રિયા આત્મશુદ્ધિના લક્ષ્ય કરવામાં આવે છે તે ક્રિયા સફળ થાય છે અને તેને જ ક્રિયા લેખવામાં આવે છે. આત્મલક્ષ વિનાની ક્રિયા નિષ્ફળતાને વરે છે. તેથી જ વિદ્યાની બાબતમાં પણ વિદ્યા તેને જ કહી જે મુક્તિ અપાવે અને માટે જ તો સૂત્ર આપ્યું. “u રસ વિદ્યા યા વિમુક્તયે
અપુનબંધક જીવને શ્રુતજ્ઞાન યોગાવંચક હોય છે એટલે કે તેને મળેલ દેશનાશ્રવણનો યોગ એનામાં કાંઈને કાંઈ વિશિષ્ટ પરિણતિ અને ગુણોને ખીલવનાર હોય છે. અને સમ્યગ્દષ્ટિ જીવને સૂક્ષ્મબોધ યોગાવંચક હોય છે. એટલે કે સમ્યગ્દષ્ટિ જીવને જે પાંચમી સ્થિરાદષ્ટિમાં યોગનું અંગ સૂક્ષ્મબોધ પ્રાપ્ત થયેલ છે; તેનો જે યોગ થયો છે, તે જો પોતાની જાગૃતિ ટકે તો ભીતરમાં ઊભી થયેલ વિશુદ્ધ-પરિણતિને સદાયે ટકાવી રાખે છે. પરંતુ જો જાગૃતિ ચૂકાય અને તેમાંથી વિશેષ અને વિશેષ નીચે ઉતરવાપણું થાય તો ત્યાં પછી સ્થિરદષ્ટિ રહેતી નથી; એટલે સૂક્ષ્મ બોધ પણ રહેતો નથી, માટે ત્યાં વિશુદ્ધ-પરિણતિ પણ રહેતી નથી.
જેમ જેમ અભ્યાસની વૃદ્ધિ થાય તેમ તેમ ઉપરની ભૂમિકામાં કાર્ય મોટું અને કપરું હોવા છતાં ત્યાં સત્ત્વ વિકસિત હોવાથી, જ્ઞાન વેધક થવાથી; મોહ, અજ્ઞાન, સંમોહ અને પ્રમાદનો નાશ થયો હોવાથી; જે કાર્ય નીચેની ભૂમિકાએ રહેલાને મહાભારત જેવું કઠિન લાગતું હોય છે; તે જ કાર્ય આંતરિક અને બાહ્ય સામગ્રીના યોગથી તથા ઉત્સાહની પ્રબળતાથી સાધકને માટે કરવું સહજ બને છે.
મરુદેવા માતા વિગેરેને બાહ્ય સ્થૂલરૂપમાં ત્રણમાંથી એકેય ન દેખાવા છતાં તત્ત્વથી ત્રણેય છે; કારણ કે કેવળજ્ઞાન પામવા છતાં પુત્ર
મનને મેલું કરે એ છોડવા જેવું અને મનને નિર્મળ કરે એ અપનાવવા જેવું.