Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
280
રીતે કરી શકે? દીદાર કરે તો મન ન હોવાથી તે દીદારને ધારે-ધારણ કેવી રીતે કરે? સમજે પણ કેમ?
સુર તિરી નિરય નિવાસમાં, સખી, મનુજ અનારજ સાથ; સખી) અપજના પ્રતિભાસમાં, સખી, ચતુર ન ચઢીઓ હાથ. સખી...૪
પાઠાંતરે “નિવાસની જગાએ “નીવાસ”, “અનાજની જગાએ અનારિજ', “અપજત્તા'ની જગાએ “અપજતા', “ચતુર ન’ની જગાએ “ચતુર નર’, ‘હાથ’ની જગાએ ‘હાથી” એવો પાઠફેર છે.
- શબ્દાર્થઃ સુર એટેલે દેવ અર્થાત્ દેવતા. એમાં અસુરોનો પણ સમાવેશ થઈ જાય. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના દેવો; તિરી એટલે તિર્યંચ અર્થાત્ સમૂર્છાિમ જળચર, ગર્ભજ જળચર, ચતુષ્પદ સ્થળચર પ્રાણી, પક્ષી-ખેચર, ઉરપરિસર્પ, ભૂજપરિસર્ષ નિરય એટલે સાતેય નારકીના નારકો; એ બધીય ગતિમાં નિવાસ કરતાં એટલે તે સ્થાનકોમાં રહેતાં હે સખી ! મને પ્રભુ-દર્શન નહિ થયા. અનારજ એટલે અનાર્ય અર્થાત્ આર્ય-ઉત્તમ નહિ એવા હીન-પાપી-હિંસક-સ્વાર્થી વિલાસી મનુજ-મનુષ્યના અવતારમાં પણ અને અનાર્યના તથા અનાર્યતાના સાથ-સંગાથમાં પણ પ્રભુના દર્શન હે સખી ! હું પામ્યો નહિ.
અપજતા એટલે અપર્યાપ્તદશામાં અને પ્રતિભાસમાં એટલે કે પર્યાપ્તઅવસ્થામાં પણ વિભાવદશાથી યુક્ત હોવાના કારણે અર્થાત્ ધર્માધર્મના કે હેય-ઉપાદેયના વિવેકના અભાવમાં પણ સખી! એ ચતુર એટલે કે શુદ્ધ શાણો-કેવળજ્ઞાની ચેતન મારે હાથ ન લાગ્યો. મને એ ચંદ્રપ્રભના દર્શન ક્યારેય ન થયા એના દર્શનનો અપૂર્વ અવસર આજે જ હાથ ચડ્યો છે તો હે સખી! હવે મને એ દેખણ દે !!! એના દર્શન કરવા દે !!!
મનુષ્યભવમાં પૈસા અને સંયોગને આઘાર માનીને નહિ પણ આત્મા અને
આત્માના ગુણોના આધારે જ જીવવા જેવું છે.