Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
283
- હૃદય નયન નિહાળે જગધણી
- અજ્ઞાનપણામાં આત્માએ અનંતકાળ વીતાવ્યો. અજ્ઞાનને વશ થઈ ઘોર પાપો કર્યા. સ્વભાવે ચતુર હોવા છતાં ચતુરાઈ ચૂકી ગયો. સંસારની માયામાં બધું કરીને પણ એકલું પાણી જ વલોવ્યું. ચેતન ચતુર થઈ ચૂક્યો, નિજ ગુણ મોહવશે મૂક્યો.. ચેતન)
આવી મારી અનંતકાળની આપવીતી હતી. આ
માટે સખી તને ફરી-ફરી કહું છું કે ક્યારેય નહિ મળેલ એવા આ અપૂર્વ દર્શન મળ્યા છે તો “સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ..' દર્શનમાં મને ખલેલ નહિ પહોંચાડ-અંતરાય ન કર ! '
અપજતા એટલે કે લબ્ધિ અપર્યાપ્તદશામાં જ્યાં જન્મતા પહેલા જ ગર્ભદશામાં મોત છે, વળી જ્યાં લૂલા પાંગળા આંધળા બહેરા બોબડાપણાની વિકલાંગતા છે, ત્યાં પણ પ્રભુદર્શન અને પ્રભુતાની સમજણ પરિણમનની દુષ્કરતા છે.
બધુંય બરોબર મળે છે તો પ્રતિભાસતા છે. ધર્માધર્મની સમજ કે હેય-ઉપાદેયનો વિવેક નથી તો તેવી અજ્ઞાન, વિભાવદશામાં પણ પ્રભુદર્શન કદાચ થાય છે પરંતુ પ્રભુતાના દર્શન નથી થતાં.
હે સખી! ચંદ્રપ્રભસ્વામી એવા તો ચતુર અને ચકોર છે કે ઉપરોક્ત અયોગ્ય-અપાત્રને સહજાસહજ હાથ ચઢે એમ નથી. પરંતુ તે સુમતિ સખી! મને ચેતના ચકોરીને એ ચેતન ચકોરના દર્શનનો અપૂર્વ લાભ મળ્યો છે, તો હવે મને એના ધરાઈ ધરાઈને દરિસણ કરવા દે ! મને એની પાક્કી ઓળખ કરવા દે ! મને મહેરબાની કરી એની સાથે એકાત્મતા સાધવા દે!
કોઈ ધન્ય પળે યોગીરાજજીને પ્રભુના સાક્ષાત્ દરિસ થઈ જતાં
Doing-કરવાપણું એ સંસાર છે Becomming-બનવાપણું-થવાપણું એ મોક્ષમાર્ગ છે
જ્યારે Being-હોવાપણું એ શુદ્ધાત્માવસ્થા છે. મોક્ષ છે.