Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
263
હૃદય નયન નિહાળે જગધણી
યોગના રાખણહારા છો. તેથી યોગક્ષેમનું વહન કરનારા આપ અમારા “વિશ્વભર' છો
અન્ય દાર્શનિકો પ્રભુને વિભુ એટલે વ્યાપક માને છે. એટલે કે સર્વવ્યાપી-વિશ્વવ્યાપીના અર્થમાં વિશ્વભર માને છે. એ સંદર્ભમાં વિચારીએ તો સુપાર્શ્વજિન ભગવાન ક્ષેત્રથી સર્વવ્યાપી નથી પણ કેવળજ્ઞાનથી સર્વ શેયના જ્ઞાયક હોવાના કારણે જ્ઞાનથી સર્વ વ્યાપી છે. હા! સિદ્ધત્વ પ્રાપ્તિ પૂર્વે ચૌદમા ગુણસ્થાનકે કેવળી સમુદ્યાત કરવામાં આવે ત્યારે, આઠ સમયની કેવળી સમુદ્યાતની પ્રક્રિયા દરમિયાન, માત્ર એક સમય પૂરતા જ ચોથા સમયે પરમાત્મા લોકાકાશ ક્ષેત્ર જેટલા વ્યાપક થતાં હોય છે. એ અપેક્ષાએ સુપાસજિન “વિશ્વભરુ' છે. '
ભગવાન ઈન્દ્રિયોના કહ્યામાં નથી એટલે કે ઈન્દ્રિયોના દોર્યા દોરાવાનું નથી. બલ્ક ભગવાન દિવ્યજ્ઞાની-કેવળજ્ઞાની હોવાથી અતીન્દ્રિય છે. તેથી જિન-જિનેન્દ્ર છે. માટે જ ભગવાન સુપાર્શ્વનાથ “હૃષીકેશ છે. વળી પ્રભુ પરમાત્મભાવની પ્રાપ્તિના પ્રવર્તક હોવાથી, સર્વ ઋષિ મુનિઓના કેશરૂપ, એટલે શિરછત્રરૂપ, આધાર પણ આપ જ છો. તેથી પણ આપ “ઋષિકેશ” છો !
છ દ્રવ્યો, જેના વડે જગત આખાની રમત રમાઈ રહેલ છે, તે છયે દ્રવ્યને ખ્યાતિ આપનાર, જણાવનાર ખાતા, જગતષ્ટા સુપાર્શ્વપ્રભુ છે. આમ જગતની જાણકારી આપવાના નાતે જગતદષ્ટા સુપાર્શ્વનાથ જગતના નાથ એટલે “જગનાથ' છે. | સર્વ જીવોના હિતની વાંછા કરનાર હોવાથી અને સર્વ જીવોના યોગક્ષેમને કરનારા હોવાથી પ્રભુ જગતના નાથ તરીકે શોભે છે. સર્વજ્ઞ શાસનની ભાવથી પ્રાપ્તિ થતાં પહેલાં એટલે કે ગ્રંથિભેદ જનિત સમ્યકત્વ
વ્યવહાર વ્યવહારથી ઉપાદેય છે. પણ નિશ્ચયથી હેય છે. જ્યારે નિશ્ચય વ્યવહારથી અને નિશ્ચયથી એમ ઉભયથી ઉપાદેય છે.