Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી સુપાર્શ્વનાથજી
262
તેથી અમાસ માટે તો આપ વિધાતા જ છો!! અમે ઈચ્છીએ છીએ અને પ્રાર્થીએ છીએ કે આપના જ્ઞાનમાં જણાયા મુજબના અમારા મુક્તિ પ્રાપ્તિના દેશ કાળની અમને પ્રાપ્તિ થાય અને અમે મુક્તિ પ્રાપ્તિ માટે ઉદ્યમવંત થઇએ !!!
આપ વિરંચિ એટલે કે બ્રહ્મા છો ! સૃષ્ટિના સર્જનહારા છો ! આપ સર્વજ્ઞ હોવાથી જગત આખાના જાણકાર છો ! જગતદષ્ટા છો પણ જગતકર્તા નથી. જગત જેવું છે તેવું જ બતાવનારા છો ! પણ જગતને બનાવનારા નથી. આમ આપ વીતરાગ છો, તેથી જગતનું સ્વરૂપ જેવું છે તેવું જ આપ પરિપૂર્ણ જંણાવો છો. અહિતકર-દુરિતની અને હિતકર એટલે કે હેય અને ઉપાદેયની જાણકારી આપ પાસે મળે છે. આ જાણકારીના આધારે જ અમે દુરિતથી એટલે કે પાપથી દૂર થઈએ છીએ અને હિતકરમાં પ્રવૃત્ત થઈએ છીએ. આમ અમારા માટે તો આપ જ અમારી દુર્ગતિ દૂર કરવામાં, સદ્ગતિ મેળવવામાં અને પરમગતિ પરમપદે પહોંચવામાં કારણભૂત છો. અમારે માટે તો આપ જ...
અભયદયાણું, ચક્ઝુદયાણં, મર્ગીદયાણં, સરણદયાણં, બોહિદયાણં ધમ્મદયાણું, ધમ્મદેસયાણં, ધમ્મનાયગાણું, ધમ્મસારહીણં.... છો ! માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને અમે આપને કર્તા-વિરંચિ-બ્રહ્મા-સર્જનહાર માનીએ છીએ. આ અમારો આપ, પરમોકારી પ્રત્યેનો કૃતજ્ઞભાવ – અહોભાવ છે !!
પ્રભુ આપ વિશ્વભરુ છો. આપ અમને દુર્ગતિ-અશુભથી બચાવનાર છો, સદ્ગતિમાં-શુભમાં ટકાવનાર છો–જોડનાર છો અને પરંપરાએ શુભાશુભથી પર કરી શુદ્ધ પવિત્ર પરમાત્મપદે પહોંચાડનાર છો ! આમ આપ મેળવવા યોગ્યનો યોગ કરાવનાર છો અને યોગ્યના
સમભાવ એટલે બંનેને નુકસાન ન થવું જોઈએ. એકને પણ નુકસાન થાય તો સમભાવ ન કહેવાય.