Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
272
પ્રેરક અવસર જિનવરૂ, સખી, મોહનીય ક્ષય જાય, કામિતપૂરણ સુરતરૂ, સખી, “આનંદઘન” પ્રભુ પાય.
સખી) સખી૦૭
પૂર્વના સ્તવનોમાં પરમાત્મા શુદ્ધ, પૂર્ણ, નિત્ય, સ્થિર, સ્વરૂપ છે તે જણાવ્યા બાદ, એવા સાચી ઓળખ સહિતના પરમાત્માના દર્શન જીવને કેટલાં દુર્લભ છે તે આ સ્તવનમાં જણાવે છે.
પરમાત્માની એના પરમાત્મસ્વરૂપ સહિતની ઓળખાણ સદ્ગુરૂના યોગ થાય છે. એ ઓળખાયેલું પરમાત્મસ્વરૂપ એવું ને એવું જ, જેવું શુદ્ધ ઓળખાયું છે તેવું, પોતામાં પણ સત્તાગત રહેલ છે અને તે પ્રયત્ન કરવાથી ધર્મપુરુષાર્થ-મોક્ષપુરુષાર્થથી પર્યાયમાં પ્રગટ કરી શકાય છે, તેની જાણ થતાં અને ખાત્રી થતાં જીવમાં તે માટેની રૂચિ જાગે છે. રૂચિ જાગતા તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ થાય છે.
પરમાત્મત્વ પ્રાગટ્ય એટલે કે મોક્ષની પ્રાપ્તિ જેના કારણે થાય છે તે મોક્ષપ્રાપ્તિના ચાર અંગોને દુર્લભ જણાવ્યા છે.
'વત્તાર પરમા , કુન્તહાળીદ નેસ્તુળો
- બાળુસત્ત સુડ્ડા , સંમભિ વરિયા ૧) સંગ્નિ પંચેન્દ્રિય મનુષ્યપણું, ૨) સુ એટલે વીતરાગવાણીનું શ્રવણ કે જિનવચનનું શ્રવણ, ૩) સાંભળેલા તત્ત્વની શ્રદ્ધા ૪) સંયમમાં એટલે કે મોક્ષમાર્ગે વીર્યનું પ્રવર્તન આ ચાર અત્યંત મુલ્યવાન દુર્લભ જણસ છે.
પ્રથમની બે સંપદા અકામ નિર્જરા અને પુણ્યાઈ કરીને પણ પ્રાપ્ત થઈ શકે છે “બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો...”
આત્મામાં એવી કલ્પ શક્તિ છે કે એ જેવું ચિંતવે છે તેવો થાય છે.