Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
275
હૃદય નયન નિહાળે જગધણી 卐
સ્થાપના-દ્રવ્ય નિક્ષેપાથી આગળ વધી પરમાત્માના સાક્ષાત્કાર એટલે કે ભાવ પરમાત્માના દર્શનની ઉત્કંઠા દેખાડે છે. સાથે સાથે ભાવસ્વરૂપ પરમાત્માની એટલે કે પરમાત્મભાવની સાચી ઓળખની અભિલાષા વ્યક્ત કરે છે.
આ ચન્દ્રપ્રભ પરમાત્માને નીરખતા જ એમ થાય છે કે આ તો ‘ઉપશમ રસનો કંદ...'' જાણે ઉપશમ રસનું મૂળ છે-ગંગોત્રી છે ! જ્યાંથી શાંત વીતરાગરસના વહેણ વહ્યાં કરે છે. દળદાર, મીઠી, મધુરી ચીજને ‘કંદ’ તરીકે ઓળખવામાં આવે છે કે જેને જોતાં જ મોઢામાં પાણી છૂટે. ભગવાનના દર્શન, આવા ઉપશમરસના કંદ. સમાન છે, જે જોનારાના ચિત્તને પણ શાંત-પ્રશાંત-ઉપશાંત-પ્રસન્ન બનાવે છે અને એવા બનવા માટેની પ્રેરણા આપે છે. એ એવું દર્શન છે કે જેને જોવા સુર, નર, ઇન્દ્ર પણ આકર્ષાય છે અને તેમના વડે સેવાય છે-પૂજાય છે. પ્રભુ ‘‘ઉપશમ રસનો કંદ’’ છે કારણ કે ‘‘ગત કલિ-મલ-દુઃખદંદ... છે. રાગ-દ્વેષરૂપી કાળી ચીકણી કિલ, કર્મરૂપી આવરણોનો મેલ-કચરો અને તેથી સુખ-દુઃખ, શાતા-અશાતા; રતિ-અતિ; જય-પરાજય; લાભ-નુકશાન; જન્મ-મરણ; આદિ દ્વંદ્વ એટલે કે દ્વિધા-અવઢવ ટળી ગઈ છે. મિશ્રતા મટી ગઇ છે અને શુદ્ધતા - અદ્વૈતતા - નિવ્રુદ્ધતા પ્રગટ થઇ ગઈ છે. સાપેક્ષતા, પ્રતિપક્ષતાથી પર એવી નિરપેક્ષતા-નિરાવરણતા આવી ગઇ છે.
21
ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પણ અર્જુનને ઉદ્દેશીને કહે છે. “ ।। નિર્દો હિ મહાવાતો, સુવં વન્ધાપ્રમુખ્યતે।।’
હે મહાબાહુ-અર્જુન ! દ્વંદ્વાતીત થયેલા મહાપુરુષો કર્મોના બંધનમાંથી સુખપૂર્વક છૂટકારો પામી જાય છે.
ઘર્મીને બધું બગડે તે પોષાય પણ ભાવ બગડે અને આત્મામાંથી દૃષ્ટિ-ઉપયોગ ખસે તે ન પોષાય