Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી
274
દેખણ દે’ એ પ્રમાણે શરૂઆત કરી છે. “કલિ'ના સ્થાને “કલી છે. ઉપશમરસનો કંદ...” પંક્તિની સાથે “સેવે સુરનરઅંદ' પાઠ જોડેલ છે.
શબ્દાર્થ દેખણ દે – દર્શન કરવા દે – જોવા દે ! હે સખી સુમતિ મને જોવા તો દે ચન્દ્રપ્રભુના મુખચન્દ્રને !
ઉપશમરસ-શાંતરસના કંદ-મૂળને હે સખી! દેખણ દે કે જેમાંથી કલિ એટલે કે કિલ અર્થાત્ કિલ જેવી કાળાશ અને ચીકાશ તથા મેલમલિનતા તેમજ તંદ્રતાનું-અવઢવનું દુઃખ દૂર થઈ ગયું છે.
લક્ષ્યાર્થ-વિવેચન : હે સુમતિ ! ચન્દ્રપ્રભસ્વામીના પૂર્ણિમાના ચન્દ્ર જેવા મુખને નિહાળવાનો અપૂર્વ અવસર પ્રાપ્ત થયો છે, તો હવે મને એમના મુખનું દર્શન કરવા દે! ફરી ફરીને ધરાઈ ધરાઈને મને એમને નિહાળવા દે એવો આગ્રહ, “મુને દેખણ દે”ની પુનરુક્તિથી ચેતના સુમતિ આગળ કરી રહી છે.
ચેતના પોતાની સખી સુમતિને Ultimatum - છેલ્લી ચેતવણી આપતી હોય એમ કહે છે. “ક્યાં તો તું જ્ઞાનધારામાં અખંડ સ્થિર રહીને મને મારામાં રહેલાં મારા પરમાત્મા - મારા શુદ્ધ ચેતનના દર્શન કરાવી દે. અથવા તો “મમ્મદયાણ”- માર્ગદાતા-માર્ગદર્શક એવા વીતરાગસર્વજ્ઞ-નિર્વિકલ્પ-સર્વદર્શી ભગવાન શ્રી ચન્દ્રપ્રભના સર્વથા નિરાવરણ મુખચન્દ્રના કોઈપણ રીતે એક વાર તો દર્શન કરાવી દે !”
ચન્દ્રની પ્રભાથીય અધિક નિર્મળ પ્રભાવાળા મુખરૂપ ચન્દ્રપ્રભના દર્શનની તાલાવેલી બતાવતા કવિરાજે શ્લેષ અલંકારથી ચંદ્રપ્રભ નામની સાર્થકતા બતાવી છે.
ચન્દ્રપ્રભના દર્શનની ઈચ્છા દ્વારા કવિવર્ય યોગીરાજ અહીં નામ
અવિનાશીને ખાતર વિનાશીને છોડવાની તૈયારી નથી તો ત્યાં સુધી આત્મા હાથ આવશે નહિ.