Book Title: Hriday Nayan Nihale Jagdhani Part 01
Author(s): Anandghan, Muktidarshanvijay
Publisher: Matunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
View full book text
________________
273
= હૃદય નયન નિહાળે જગધણી
પછીની બે સંપદા તત્ત્વશ્રદ્ધા અને મોક્ષપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ એ દર્શન મોહનીયકર્મ અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી અનુક્રમે પ્રાપ્ત થાય છે. પૂ. દેવચંદ્રજી મહારાજા પણ મહાવીર સ્તવનામાં ગાય છે.. સ્વામિ-ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિસર્ણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ, વીર્ય ઉલ્લાસથી, કર્મ ઝીપી વસે મુક્તિધામે.... તા૨૦
પ્રભુ દર્શનનો યોગ મળ્યો છે તો મને હવે પ્રભુના-પરમાત્માનાપૂર્ણાત્માના દર્શન કરવા દે એવી વિનંતિ ચેતના પોતાની સખી સુમતિને કરે છે. અનાદિની અંધકારમય કૃષ્ણપક્ષની દશામાં પ્રભુના દર્શનના યોગ થી હું વંચિત (રહિત) રહી છું. હવે કાંઈક યોગ થયો છે. શુક્લપક્ષનો આરંભ થયો છે. થોડા સમય માટે થોડા લોકોને દેખાઈ જતી. બીજની ચંદ્રરેખા મને દેખાઈ છે. ચંદ્રપ્રભ પરમાત્માના દર્શનનો જોગ થતાં હે સખી સુમતિ! મને-ચેતનાને મારા ચેતનની ઝાંખી કંઈ છે; તો હવે પૂર્ણિમાના પુરણમાસી ચંદ્ર સુધી પહોંચાડનારી આ ચંદ્રકલાનાં દર્શન હે સખી! તું મને કરવા દે. ચંદ્રપ્રભસ્વામીના મુખનું દર્શન અંધકારમાંથી પ્રકાશમાં અને પ્રકાશમાંથી પૂર્ણપ્રકાશ તરફ લઈ જનાર શુક્લપક્ષના ચંદ્રની કલા જેવું છે. ચંદ્રપ્રભસ્વામીના મુખનું દર્શને આત્મવિકાસની ઝલકને આપનારું તેમજ પૂર્ણ આત્મતત્ત્વને પામવાની તડપન-તલપ જગાડનારું છે. આવી તડપનતલપ જગાડવાનો જેમાં પ્રયાસ કરાયો છે; તે જ યોગીરાજશ્રી આનંદઘનજીનું આ આઠમાં શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું સ્તવન. .
દેખણ દે રે, સખી ! મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ, સખી, ઉપશમરસનો કંદ, સખીગત કલિ-મલ-દુખદંદ. સખી.
પાઠાંતરે એક પ્રતમાં “ચંદ્રપ્રભ મુખચંદ, સખિ મોર્ને દેખણ દે એમ આ સ્તવનની શરૂઆત કરી છે. બીજી પ્રતમાં “ચંદ્રપ્રભ મુખચંદ સખી મો
આત્મા સિવાયનું જે કાંઈ કરો છો તેનું ફળ મૃત્યુ સમયે શું આવશે? આ વિચાર્યું છે? વિયારો !!